હરિયાણા ચૂંટણીઃ 13 ઓક્ટોબરે 3 જનસભાને સંબોધિત કરશે રાજનાથ સિંહ
વરિષ્ઠ ભાજપ નેતા તેમજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચૂંટણી રાજ્ય હરિયાણા અને મહારાષ્ટ્રમાં પાર્ટી ઉમેદવારો માટે 13 ઓક્ટોબરથી ઘણી રેલીઓ કરશે. ભારતીય વાયુસેનાને પહેલુ રાફેલ ફાઈટર પ્લેન સોંપવાના કાર્યક્રમમાં શામેલ થવા માટે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાંસ ગયેલા રાજનાથ ગુરુવારે સ્વદેશ પાછા આવ્યા અને તેમણે પોતાની યાત્રાને અત્યંત સાર્થક ગણાવી. તેમણે ટ્વિટ કર્યુ, હું હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં 13 થી 18 ઓક્ટોબર સુધી પાર્ટી માટે પ્રચાર કરીશ.
હરિયાણામાં 13 ઓક્ટોબરના રોજ ત્રણ રેલીઓને સંબિધિત કરીશ. રાજનાથે કહ્યુ કે હરિયાણા બાદ તે મહારાષ્ટ્રમાં બે દિવસ 14 અને 15 ઓક્ટોબરના રોજ ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મત આપવામાં આવશે જ્યારે પરિણામો 24 ઓક્ટોબરના રોજ આવશે. 90 વિધાસભા સીટોવાળા હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન થશે.
આ પણ વાંચોઃ તમિલનાડુઃ ચીની રાષ્ટ્રપતિને ડિનરમાં પિરસવામાં આવી આ ડિશ, જુઓ આખુ મેનુ