• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ પાયાગત મુદ્દાઓ અને આક્રમક પ્રચાર અભિયાનમાં કોંગ્રેસે મારી બાજી

|

હરિયાણામાં ચૂંટણી પ્રચારમાં હવે માત્ર એક દિવસ બચ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારની રણનીતિ ઘણી બદલાયેલા તેવરમાં જોવા મળી છે. પાર્ટીએ જનતા અને જમીન સાથે જોડાયેલા મુદ્દાઓને જ ઉઠાવીને આક્રમક અભિયાન છેડ્યુ છે. એટલે કે અત્યારે નવા મોટર વાહન અધિનિયમ હેઠળ જે ભારે ભરખમ દંડની જોગવાઈ કરવામાં આવી છે, પાર્ટીએ તેમાં સુધારાની વાત કહીને લોકોને વિશ્વાસમાં લેવાની વાત કહી છે જે આના કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે. પાર્ટીએ અમુક એવા મુદ્દાઓ ઉઠાવ્યા છે જે ચૂંટણીના હવા પલટાવવાનો દમ રાખે છે. જેમ કે દલિતો, યુવાનો અને મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર કોંગ્રેસે ઉંડાણપૂર્વક કામ કર્યુ છે અને તેને મતદાર સુધી પહોંચાડવામાં પણ સફળ થઈ રહી છે. એટલે કે આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસે હરિયાણાના દલિતો અને નબળા વર્ગના લોકોને પોતાના પક્ષમાં કરવા માટે રણનીતિ પણ બનાવી છે અને તેના પર અમલ કરવામાં કોઈ કસર નથી છોડી. ઉદાહરણ માટે દલિતોને મફતમાં પ્લોટ આપવાનુ વચન એક એવુ બ્રહ્માસ્ત્ર છે જે સત્તાધારી ભાજપની બધી આશાઓ પર પાણી ફેરવી શકે છે.

જમીન સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવીને આક્રમક પ્રચાર અભિયાન

જમીન સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવીને આક્રમક પ્રચાર અભિયાન

કોંગ્રેસે આ ચૂંટણીમાં મહિલાઓને નોકરીઓથી લઈને લોકતાંત્રિત સંસ્થાઓમાં અનામત આપવાનુ વચન પણ આપ્યુ છે. તેમના માટે બીજી ઘણી આકર્ષક યોજનાઓ પર વાત કરી છે જે તેમના દૈનિક જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. ગરીબી રેખાથી નીચે જીવતી મહિલાઓને રાંધણ ખર્ચ આપવાનો ભરોસો આપ્યો છે. યુવાનોને નોકરી, બેરોજગારી ભથ્થુ અને રોજગારના નવા અવસરોનો વિશ્વાસ આપવામાં આવ્યો છે. આ રીતે ખેડૂતોને લોન માફી અમે મફત વિજળી જેવા આશ્વાસન આપવામાં આવ્યા છે. તેમને પ્રાકૃતિક વિપત્તિ સમયે વળતર આપવા પર પણ ફોકસ કરવામાં આવ્યુ છે. આ બધા મુદ્દાઓ એવા છે જે સામાન્ય જનતાની રોજિંદા જીવન સાથે જોડાયેલા છે અને તેમના દિલને પ્રભાવિત કરનારા છે.

દલિતોને મફતમાં પ્લોટ આપવાનો ભરોસો

દલિતોને મફતમાં પ્લોટ આપવાનો ભરોસો

કોંગ્રેસના સંકલ્પપત્રમાં દલિતો અને પછાત સમાજના લોકો માટે વચનોનો પિટારો પૂરા વિશ્વાસ સાથે ખોલવામાં આવ્યો છે. પાર્ટીએ મહાત્મા ગાંધી બસ્તી યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના લોકોને પોતાનુ ઘર બનાવવા માટે 100-100 વર્ગ ગજનો પ્લોટ મફતમાં આપવાનુ જે આશ્વાસન આપ્યુ છે તેને ગેમચેંજર વચન માનવામાં આવી શકે છે. રાજ્યમાં લગભગ 20 ટકા દલિત વસ્તી છે. દલિત અને પછાત સમાજના 10માં સુધીના છાત્રોને 12,000 રૂપિયા અને 11માંથી 12માં સુધીના છાત્રોને વાર્ષિક 15,000 રૂપિયા સુધીની સ્કૉલરશિપ યોજના પણ આ મતદારોનો જોશ વધારી ચૂકી છે.

આ પણ વાંચોઃ VIDEO: રેલી બાદ મસ્તીના મૂડમાં દેખાયા ઓવેસી, માળા લઈ ‘મિયાં-મિયાં ભાઈ..' પર કર્યો ડાંસ

સામાજિક સુરક્ષા પણ પણ પાર્ટીનુ છે પૂરુ જોર

સામાજિક સુરક્ષા પણ પણ પાર્ટીનુ છે પૂરુ જોર

કોંગ્રેસના જણાવ્યા મુજબ ગરીબો માટે ઈન્દિરા રસોઈના નામે 10 રૂપિયાની થાળીની વ્યવસ્થા કરાવવામાં આવશે તેમજ વૃદ્ધોને 5,100 રૂપિયા પેન્શન આપશે. મહિલાઓને 55ની ઉંમરમાં જ આ પેન્શન મળવાનુ શરૂ થઈ જશે. હરિયાણામાં મહિલાઓની જેમ બધા વૃદ્ધોને પણ રોડવેઝની બસોમાં મફત પ્રવાસની સુવિધા મળશે. ગરીબોને 2 રૂપિયા ચોખા અને ઘઉં આપવાનુ પણ વચન આપવામાં આવ્યુ છે.

મજૂર વર્ગના લોકો પર પણ વિશેષ ધ્યાન

મજૂર વર્ગના લોકો પર પણ વિશેષ ધ્યાન

હરિયાણામાં કોંગ્રેસે મજૂરોનુ લઘુત્તમ વેતન વધારવાનુ પણ વચન આપ્યુ છે. પાર્ટીએ કુશળ કારીગરોને 14,000 રૂપિયા, અર્ધ કુશળ કારીગરોને 13,000 રૂપિયા, અકુશળ કારીગરોને પણ 12,000 રૂપિયા માસિક વેતન અપાવવાનો ભરોસો અપાવ્યો છે. આ ઉપરાંત તેણે બધા મજૂરીને ઈએસઆઈ કાર્ડ આપવાની પણ વાત કહી છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે પાર્ટીએ બાકી ચૂંટણીની જેમ માત્ર સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દાઓને જ અવાજ નથી આપ્યો પરંતુ ખૂબ જ આક્રમક અંદાજમાં તેને લોકો સુધી પહોંચાડી પણ છે.

English summary
haryana assembly elections 2019:congress wins the aggressive campaign by focusing on the ground issues
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more