શું હજી પણ પાર્ટીઓને મહિલાઓ પર ભરોસો નથી?
બોલીવુડમાં સફળતા, આંતરરાષ્ટ્રીય સ્પર્ધમાં મેડલ, માઉન્ટ એવરેસ્ટ સર કરવાથી લઈ વિશ્વ સુંદરીનો તાજ જીતવાના રેકોર્ડથી લઈને વર્લ્ડમાં હરિયાણાની મહિલાઓએ દેશનું નામ રોશન કરીને હરિયાણાને ગૌરવ અપાવ્યું છે, પરંતુ રાજકીય પક્ષો હજીય તેમને મહત્વ આપવામાં લાપરવાહી દર્શાવી રહી છે. હરિયાણાના મુખ્ય રાજકીય પક્ષોએ જે રીતે ઉમેદવારોને ટિકિટ આપે છે, તે જોતા લાગે છે કે રાજ્યમાં મહિલાઓનો સંઘર્ષ પૂરો થવા હજી લાંબો સમય રાહ જોવી પડશે. હાલ તો એવું જ લાગે છે કે રાજકીય પક્ષોને મહિલાઓ પર ભરોસો નથી.
પહેલા જ્યારે હરિયાણાની વાત થતી તો મહિલાઓ પર થતા અત્યાચાર અને તેમની સાથે બીજા દરજ્જાના વર્તનથી લઈ પુત્રીઓની હત્યાના કિસ્સા જ વધુ હતા. પરંતુ હવે જ્યારે હરિયાણાની વાત થાય છે તો ફોગાટ બહેનો, સાક્ષી મલિકની કુશ્તી, સાયના નેહવાલનું બેડમિન્ટન, માનુષી છિલ્લરની સુંદરતાની ચર્ચા થાય છે. સમયની સાથે સાથે હરિયાણાએ મહિલાઓ પ્રત્યે પોતાનુ વલણ અને વિચાર બદલ્યા છે. પરિણામ એ છે કે બાળકીઓને દૂધપીતી કરતા રાજ્યમાં લિંગ ગુણોત્તર સુધર્યો છે. બાળકીઓ ભણે છે, રમત ગમતમાં કરિયર પ્લાન કરે છે અને રાજ્યથી એવી યુવતીઓ સામે આવી છે, જેણે હરિયાણાને વિશ્વ લેવલે ગૌરવ અપાવ્યું છે.

ચૂંટણીમાં પૂરતી ભાગીદારી ન આપીને ભૂલ દોહરાવી
હવે મહિલાઓ માટે હરિયાણા શ્વાસ લેવા લાયક થયું છે. પરંતુ જો તમે વધુ આશા રાખશો તો હરિયાણા હજી એટલું નથી બદલાયું. કારણ કે મહિલાઓને લઈ રાજકીય પક્ષો મહિલા હિતની વાત તો કરે છે, પરંતુ ચૂંટમી આવે તો રાજકીય પક્ષોની ટિકિટ વહેંચણી એ વાત સાબિત કરે છે કે તેમની કથની અને કરનીમાં ફરક છે. મહિલાઓને સત્તામાં લાવ્યા વિના મહિલા હિતની વાત કરવી બેઈમાની છે. જો હરિયાણા જેવા રાજ્યની છબી સુધારવી હોય તો મહિલાઓને આગળ લાવવી જ પડશે. કારણ કે આટલા વર્ષોમાં અન્ય રાજ્યોની સરખામણીએ આ રાજ્યમાં જ મહિલાઓએ પુરુષવાદી માનસિક્તાનો સૌથી વધુ અનુભવ કર્યો છે.
ત્યારે ચૂંટમીમાં મહિલાઓને મહત્વ ન આપીને ચૂંટણીમાં મહિલા ઉમેદવાર ન બનાવીને ફરી આ ભૂલ દોહરાવાઈ રહી છે. રાજકીય પક્ષો જે મહિલાઓને ટિકિટ આપી તેના પરથી લાગે છે કે હરિયાણાં મહિલાઓ પર માત્ર ઉપકાર થઈ રહ્યો છે. હરિયાણામાં વિધાનસભાની કુલ 90 બેઠકો પર ચૂંટણી થવાની છે. પરંતુ અમેદવારોની યાદીમાં મહિલાઓ સંખ્યાખૂબ જ ઓછી છે. આ રાજ્યની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે, પરંતુ રાજકારણમાં નથી. હરિયાણાની ખાસ વાત એ છે કે રાજ્યની 90માંથી 58 બેઠકો એવી છે જેમાં કોઈ મહિલા ક્યારેય ધારાસભ્ય બની જ નથી.

કોંગ્રેસે માત્ર 9 મહિલાઓને આપી ટિકિટ
લાંબા સમયથી મહિલાઓને 33 ટકા અનામતની માગ કરતી કોંગ્રેસે પણ મહિલાઓને ટિકિટ આપવામાં મહત્વ નથી આપ્યું. કોંગ્રેસે 90 બેઠકો ધરાવતી હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ફક્ત 9 બેઠકો પર મહિલાઓને મેદાને ઉતારી છે. વિધાનસભામાં પહોંચવા માટે માત્ર 10 ટકા મહિલાઓને મોકો અપાયો છે. કોંગ્રેસને મહિલાઓ પર ભરોસો નથી, જો કે હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ તો મહિલા જ છે. ઉલ્લેખનીય છે કે હાલ હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ શૈલજા કુમારી એક માત્ર એવી મહિલા છે જે ત્રણ વાર લોકસભામાં પહોંચી ચૂક્યા છે. બે વખત અંબાલા બેઠક પરથી અને એક વાર સિરસા બેઠક પરથી. કોંગ્રેસે 2014માં 10 મહિલાઓને મેદાનમાં ઉતારી હતી, જેમાંથી 3 મહિલાઓ જીતી હતી. કોંગ્રેસ અધ્યક્ષ શૈલજા પણ માને છે કે હરિયાણાએ ખૂબ વખાણ કર્યા છે, પરંતુ જ્યારે મહિલાઓની વાત આવે તો હજી ઘણું કામ કરવાનું બાકી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહિલાઓએ જ આગળ આવવું પડશે.

ભાજપે ત્યાં દાવ લગાવ્યા જ્યાં જીતની શક્યતા વધુ છે
મુસ્લિમ મહિલાઓને ત્રણ તલાકથી મુક્તિ અપાવનાર અને મહિલાઓના હિતરક્ષક હોવાનો દાવો કરનાર ભાજપ હાલ હરિયાણામાં સત્તા પર છે. ભાજપે પણ હરિયાણામાં મહિલાઓને ટિકિટ આપવામાં કંજૂસી જ કરી છે. કોંગ્રેસે 9 મહિલાઓને ટિકિટ આપી છે તો ભાજપે 90માંથી 12 બેઠકો પર મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. 2014માં ભાજપે 15 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, જેમાંતી 8 મહિલાઓ જીતી હતી. આ વખતે ભાજપે ત્યાં જ દાવ લગાવ્યો છે, જ્યાં જીતની શક્યતા વધુ છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ભાજપે રેસલર બબીતા ફોગાટ અને સ્ટાર સોનાલી ફોગાટને ટિકિટ આપી છે, જે દાદરી અને અદમપુરથી ચૂંટણી લડશે. સોનાલી ફોગાટ આદમપુર સીટ પર પૂર્વ સીએમ ભજનલાલના પુત્ર કિલદીપ બિશ્નોઈ સામે લડશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 52 વર્ષમાં ભજનલાલના પરિવારનો એક પણ સભ્ય ચૂંટણી નથી હાર્યો. નોંધપાત્ર વાત એ છે કે પૂર્વ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ પણ હરિયાણાના અંબાલાથી હતા. તેમની કામગીરીને કારણે રાજ્યમાં સ્થાપિત રુઢિવાદી નિયમો તોડવામાં મદદ થઈ છે. આ ઉપરાંત સુષ્મા સ્વરાજ ભાજપ માટે પણ રાજકારણનો હીરા હતા.

રાજકીય પક્ષોનો મહિલાઓ પર ભરોસો
દેશની બે મોટા પાર્ટીઓ કોંગ્રેસ અને ભાજપથી સારા તો સ્થાનિક રાજકીય પક્ષો છે, જેમણે મહિલાઓ પર વધુ ભરોસો કર્યો છે. INLDએ આ વખતે 15 મહિલાઓને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે જનનાયક જનતા પાર્ટીએ 7 મહિલાઓને જ ટિકિટ આપી છે. INLDએ 2014માં 16 મહિલાઓને ટિકિટ આપી હતી. જ્યારે બસપાએ 6, હજકાંએ 5, હલોપાએ 12 અને 33 મહિલાઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. આ વખતે ચૂંટણીમાં ખાસ વાત એ છે કે રાજ્યમાં સાત મહિલાઓ અપક્ષ ચૂંટણી લડી રહી છે. જો કે હજી સુધી હરિયાણામાં અપક્ષ લડનારી કોઈ મહિલા જીતી નથી.

બંસીલાલને હરાવીને જીત્યા હતા પહેલા મહિલા સાંસદ
પહેલા મહિલા સાંસદની વાત કરીએ તો તેનો શ્રેય ચંદ્રવતીને જાય છે. જનતા પાર્ટીની ટિકિટ પરથી તેઓ 1977માં ભિવાની બેઠક પરથી શૅર કર્યો હતો. તેમણે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નજીકના ગણાતા નેતા બંસીલાલને હરાવ્યા હતા. જો કે બાદમાં તે પોતે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા અને 1990માં પુંડુચેરીના રાજ્યપાલ બન્યા હતા. રાજ્યમાં હજી સુધી 151 સાંસદો ચૂંટાયા છે, જેમાંથી માત્ર 8 મહિલાઓ સાંસદ બની શકી છે. કોંગ્રેસના શૈલજા કુમારી એક માત્ર મહિલા છે જે ત્રણ વાર લોકસભામાં પહોંચી ચૂક્યા છે. બે વાર અંબાલા બેઠક પરથી અને એક વાર સિરસા બેઠક પરથી. ભિવાની-મહેન્દ્રગઢ બેઠક પરથી 2009માં સાંસદ રહેલા બંસીલાલના પૌત્રી પણ ફરી ચૂંટણી લડી રહ્યા છે. તેમનું કહેવું છે કે મહિલાઓ સશક્ત રાજકારણી સાબિત થઈ શકે છે. મારી માતા કિરણ ચૌધરીએ પોતાની જાતને સાબિત કરી છે. પણ દુઃખની વાત એ છે કે ખૂબ જ ઓછી સંખ્યામાં મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાય છે. હું મહિલાઓ આગળ આવવા અપીલ કરું છું.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો પાયો હલાવી શકે છે જ્યોતિરાદિત્ય સિંધિયા!