For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: હરિયાણાના મુખ્યમંત્રી હુડ્ડાને યુવકે લગાવ્યો તમાચો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પાણીપણ, 3 ફેબ્રુઆરી: કોંગ્રેસના રોડ શો દરમિયાન એક યુવકે હરિયાણાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને તમાચો લગાવી દિધો હતો. મુખ્યમંત્રીને થપ્પડ લગાવવાનું દુસ્સાહસ કરનાર આ યુવકની સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક અટકાયત કરી લીધી હતી. કહેવામાં આવે છે કે આ યુવકને નોકરી ન મળવાની લીધે ડિપ્રેશનમાં હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુવક સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા વિભિન્ના પરિયોજનાઓનું ઉદઘાટન કરવા અને તેનો શિલાન્યાસ કરવા માટે દિલ્હીથી લગભગ 80 કિલોમીટર દૂર પાણીપત ગયા હતા. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની મારૂતિ જિપ્સી જ્યારે ભીડભાડવાળા સ્થળેથી પસાર થઇ રહી હતી, ત્યારે કમલ મુખીજા નાના એક યુવકે સુરક્ષા ઘેરાને તોડીને આગળ આવ્યો અને તેને છલાંગ લગાવીને મુખ્યમંત્રીને થપ્પડ લગાવી દિધી હતી. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ વાદળી જીન્સ પેન્ટ અને ભુરૂ જેકેટ પહેલા યુવકને પાછળ ધકેલી દિધો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર યુવક થપ્પડ માર્યા બાદ બૂમો પાડી પાડીને કહી રહ્યો હતો કે તેણે નોકરી માટે પૈસા આપ્યા, તેમછતાં તેને નોકરી મળી નહી. યુવકે તેના માટે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને જવાબદાર ગણાવી રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ 2010માં મહેન્દ્રગઢમાં 21 વર્ષીય શક્તિ સિંહએ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા તરફ જૂતૂં ફેક્યું હતું. જો કે નિશાન ઘણું દૂર રહી ગયું હતું.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ યુવક તણાવમાં છે અને તેને તાત્કાલિક અટકાયતમાં લેવામાં આવે. અધિકારીએ જણાવ્યું હતું કે આઇપીસીની વિભિન્ન કલમો હેઠળ તેની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે યુવક સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ 2010માં મહેન્દ્રગઢમાં 21 વર્ષીય શક્તિ સિંહ નામના યુવકે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા તરફ જૂતૂં ફેક્યું હતું. તેણે કહ્યું હતું કે તે રાજ્ય સરકાર દ્વારા તેને નોકરી આપવામાં નિષ્ફળ રહેવાના લીધે પરેશાન છે.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/4W8V0nJYpcI" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Haryana chief minister Bhupinder Singh Hooda was slapped by a youth while he was going for a rally in the state's industrial city of Panipat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X