For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખટ્ટરનું રેપ લૉજિક- પહેલા સાથે ફર્યા કરે બાદમાં ઝઘડો થાય એટલે ફરિયાદ નોંધાવી દે

ખટ્ટરનું રેપ લૉજિક- પહેલા સાથે ફરે પછી રેપની ફરિયાદ કરે

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખઠ્ટરે રેપ પર અજીબોગરીબ નિવેદન આપતાં વિવાદ ઉભો થયો છે. હરિયાણાના પંચકુલા જિલ્લાના કાલ્કા ટાઉનમાં એક પ્રોગ્રામમાં બોલતાં ખટ્ટરે કહ્યુ્ં કે રેપની ઘટનાઓમાં કોઈ વધારો થયો નથી. રેપ પહેલે પણ થતા હતા અને આજે પણ થાય છે, પરંતુ હવે આને લઈને ચિંતાઓ વધી રહી છે. ખટ્ટરે રેપ માટે મહિલાઓને જ જવાબદાર ઠેરવી છે. જે પ્રોગ્રામમાં ખટ્ટર બોલી રહ્યા હતા, ત્યાં ખટ્ટરના રેપ લોજિકને સાંભળી લોકો તાળીઓ પાડી રહ્યા હતા.

ખટ્ટરે બફાટ કરી

ખટ્ટરે બફાટ કરી

ખટ્ટરે કહ્યું, સૌથી મોટી ચિંતા એ છે કે આ ઘટનાઓ જે રેપ અને છેડતીની છે તે 80-90 ટકા ઘટનાઓ ઓળખીતાઓ વચ્ચે જ થાય છે. લાંબો સમય એકસાથે ફરે છે, એક દિવસ ઝઘડો થાય એટલે ફરિયાદ દાખલ કરાવી દે છે કે આમણે મારો રેપ કર્યો.

રેપની ઘટનાઓ રોકવામાં ખટ્ટર નિષ્ફળ

રેપની ઘટનાઓ રોકવામાં ખટ્ટર નિષ્ફળ

બેટી બચાઓ બેટી પઢાઓનો નારો આપનાર ભાજપ સરકારના મુખ્યમંત્રી ખટ્ટરના આ શર્મનાક નિવેદન બાદ વિપક્ષે પણ હુમલા તેજ કર્યા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે મહિલા વિરોધી ખટ્ટર સરકાર રાજ્યમાં રેપની ઘટનાઓ રોકવામાં નાકામ સાબિત થઈ રહ્યા છે. એમણે કહ્યું કે ખટ્ટરે આના માટે માફી માગવી જોઈએ.

મહિલાઓના કપડાંઓને કારણે થાય છે રેપ!

જો કે આ પહેલીવાર નથી જ્યારે હરિયાણાના મુખ્યમંત્રીએ મહિલાઓને ડાયરેક્ટ રેપ માટે દોષી ઠહેરાવી હોય. અમુક વર્ષો પહેલા ખટ્ટરે કહ્યું હતું કે જો મહિલાઓ સરખી રીતે કપડાં પહેરે તો લોકો તેમને ખોટી રીતે નહિ જુએ અને રેપની ઘટનાઓ પણ નહિ થાય.

અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોની મૌતઅમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોની મૌત

English summary
Haryana CM Manohar Lal Khattar's bizarre remark on rape sparks new controversy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X