હરિયાણાઃ સમર્થન માટે દુષ્યંત ચૌટાલાએ ભાજપ-કોંગ્રેસ સામે આ શરત રાખી
નવી દિલ્હીઃ જનનાયક જનતા પાર્ટી પ્રમુખ દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે હરિયાણામાં તેઓ એવી પાર્ટીને જ સમર્થન આપશે, જે તેમની માંગણી મારશે અને સરકારમાં અમારા એજન્ડાને આગળ વધારશે. પ્રદેશની અંદર 75 ટકા હરિયાણવી રોજગાર અધિકાર, વૃદ્ધાવસ્થા પેંશન અમારી માંગણી છે. આ વિષયો પર જે કોઈપણ પાર્ટી સહમત હશે તેની સાથે જેજેપી સરકાર બનાવશે.
દુષ્યંત ચૌટાલાએ કહ્યં કે તેમણે પોતાના પિતા સાથે વાત કરી, પિતા અજય ચૌટાલાએ રાષ્ટ્રીય કાર્યકારિણીને કોઈપણ ફેસલો લેવા માટે અધિકૃત કરવામા આવ્યા છે. અત્યાર સુધી અમે આ મુદ્દા પર કોઈ સાથે વાત નથી કરી કેમ કે રાષ્ટ્રીય કાર્યકારિણી આના પર સ્પષ્ટ નહોતી. હવે અમે સંબંધિત લોકો સાથે વાત કરીશું. બહુ જલદી આના સકારાત્મક પરિણામ આવશે. દુષ્યંત ચૌટાલાને ધારાસભ્ય દળના નેતા પણ ચૂંટવામાં આવ્યા છે.
દુષ્યંત ચૌટાલાએ સમર્થન પર કહ્યું કે કોઈને પણ બાહરી સમર્થનથી કોઈ મતલબ નથી. જો કોઈ પાર્ટીને સપોર્ટ કરશે તો સરકારમાં અંદર રહેશે. તેમણે કહ્યં કે જો સ્ટેબલ સરકાર જોઈએ તો આજે પણ ચાવી જેજેપી પાસે છે. દુષ્યંતની પ્રેસ કોન્ફ્રેન્સ બાદ કોંગ્રેસ નેતા ભૂપિન્દર હુડ્ડાએ કહ્યું કે દુષ્યંતની જે માંગ છે તે અમારી પાર્ટીના ઘોષણા પત્રમાં છે. એવામાં અમે તો પહેલેથી જ આ કામ કરવાની વાત કરી રહ્યા છીએ.
ગુરુવારે હરિયાણાની 90 વિધાનસભા સીટોના ચૂંટણી પરિણામ આવી ગયાં. કોઈપણ પાર્ટીને બહુમત નથી મળ્યું. ભાજપ 40 સીટ જીતી સૌથી મોટી પાર્ટી બની ગયો છે. કોંગ્રેસને 31 સીટ મળી છે. દુષ્યંત ચૌટાલાની જેજેપી 10 સીટ જીતી ત્રીજી સૌથી મોટી પાર્ટી બની છે. ભાજપ સૌથી મોટી પાર્ટી છે પરંતુ બહુમત માટે 6 સીટ ઘટે છે. એવામાં જેજેપીની ભૂમિકા મહત્વની થઈ જાય છે. ગુરુવારે પરિણામ બાદ દુષ્યંતે કહ્યું હતું કે સત્તાની ચાવી તેમની પાર્ટી પાસે રહેશે કેમ કે કોઈને પણ બહુમત મળ્યું નથી.
જ્યારે બીજી તરફ ભાજપ અપક્ષ ઉમેદવારોના સમર્થનથી સરકાર બનાવતી દેખાઈ રહી છે. ભાજપને બહુમત માટે વધુ છ ધારાસભ્યોના સમર્થનની જરૂરત છે. 90માંથી કુલ સાત સીટ પર અપક્ષ ઉમેદાર ચૂંટાઈ આવ્યા છે, જેમાંથી 6 ધારાસભ્યોનું સમર્થન હોવાનો ભાજપે દાવો કર્યો છે. આ ઉપરાંત હરિયાણા લોકહિત પાર્ટીથી સિરસાથી ધારાસભ્ય બનેલ ગોપાલ કાંડે પણ ભાજપને સમર્થન આપી દીધું છે.
હરિયાણા ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાએ સ્પષ્ટ કહ્યં કે અપક્ષ ધારાસભ્ય ભાજપની સાથે છે અને રાજ્યમાં મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં અમે સરકાર બનાવવા જઈ રહ્યા ચીએ. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે સત્તાની તાકાતનો ઉપયોગ કરી ભાજપ અપક્ષ ઉમેદવારોને પોતાની તરફ કરી રહી છે.
ધનતેરસ પર ભૂલથી પણ ના કરતા આ 10 ભૂલ, મોંઘી પડશે