• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હરિયાણા ચૂંટણી સંગ્રામઃ શુ બાજી પલટવા માટે તૈયાર છે કોંગ્રેસ?

|

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ પોતાનું ધોષણાપત્ર રજૂ કરી દીધુ છે. પ્રચાર માટે અઠવાડિયાનો સમય વધ્યો છે અને તમામ દળોએ તે માટે પોતાની પૂરતી તાકાત લગાવી દીધી છે. બીજેપી તરફથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી પ્રદેશમાં રેલીઓ કરી મતદાતાઓને રિઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજેપી સામે જનતાને પાછલા પાંચ વર્ષના મનોહર લાલ ખટ્ટર સરકારના કાર્યકાળનો હિસાબ આપવાની પણ ચેલેન્જ છે. મેદાનમાં ઈન્ડિયન નેશનલ લોકદળ અને તેનાથી અલગ થઈ બનેલી જનનાયક પાર્ટી પણ છે, જે પોતાની તાકાત પ્રમાણે મેદાનમાં જોર લગાવી રહી છે. પાર્ટીઓના મેનિફેસ્ટોની વાત કરીએ તો, તેમાં કોંગ્રેસે મહિલા, દલિત, યુવા રોજગાર અને ખેડૂતોના જેટલા મુદ્દાને સમેટી લીધા છે તેનો વિસ્તાર જોતા કોંગ્રેસનું સંકલ્પ પત્ર ભાજપના સંકલ્પ પત્ર પર ભારે પડતો દેખાઈ રહ્યો છે. આ સિવાય કોંગ્રેસ માટે રાહતની વાત એ છે કે તેણે પાર્ટી ક્લેશ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે અને આખી પાર્ટી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના અનુભવી નેતૃત્વમાં ચૂંટણી મેદાનમાં અડગ છે.

કોંગ્રેસનો સંકલ્પ પત્ર

કોંગ્રેસનો સંકલ્પ પત્ર

કોંગ્રેસે મેનિફેસ્ટોમાં મહિલા, યુવા, રોજગાર, દલિત અને ખેડૂત તમામ વર્ગો પર ફોકસ કર્યુ છે. જેમાં એક પછી એક મુદ્દે આપણે અહીં વાત કરીશું.

મહિલાઓ

મહિલાઓ

પાછલી લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં કુલ મતની ટકાવારી 70.34 % હતી. જેમાં કુલ મહિલા વોટરોમાંથી 69.55 વોટરોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે કોંગ્રેસે ઘોષણાપત્રમાં મહિલાઓ માટે સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 33 ટકા અનામતનો વાયદો કર્યો છે. પાર્ટી પંચાયતી રાજ સંસ્થાઓ, નગર પાલિકા, નગર નિગમ અને નગર પરિષદોમાં પણ તેમને 50 ટકા અનામત આપશે. મહિલાઓના સ્વામિત્વવાળી સંપતિમાં હાઉસ ટેક્સમાં 50 ટકાની છૂટ રહેશે. મહિલાઓ માટે બસો ચલાવાશે. મહિલા ડ્રાઈવર અને કન્ડક્ટર પણ રહેશે. વિધવા, વિકલાંગ છૂટાછેડા અને અવિવાહિત મહિલાઓ માટે 5,100 રૂપિયા મહિને પેન્શન મળશે. બીપીએલ મહિલાઓને દરેક મહિને ચૂલ્હાના ખર્ચ તરીકે 2,000 રૂપિયા અપાશે. હરિયાણા રોડવેઝમાં મહિલાઓને મફત યાત્રાની સુવિધા અપાશે. વૃદ્ધ મહિલાઓને 55 વર્ષની ઉંમરે 5,100 પેન્શન પ્રતિ માસ અપાશે. ગર્ભવતી મહિલાઓને બાળકના જન્મ સુધી 3,500 રૂપિયા માસિક અને બાળક 5 વર્ષ નું થાય ત્યાં સુધી 5,000 રૂપિયા પ્રતિ માસ અપાશે.

યુવા અને રોજગાર પર ફોકસ

યુવા અને રોજગાર પર ફોકસ

કોંગ્રેસે હરિયાણામાં દરેક કુટુંબમાં યોગ્યતા અનુસાર એક નોકરી આપવાનો વાયદો કર્યો છે. રોજગાર મળે ત્યાં સુધી ગ્રેજ્યુએટને 7,000 રૂપિયા મહિને અને પોસ્ટ ગ્રેજ્યુએટને 10,000 રૂપિયા મહિને રોજગારી ભથ્થુ આપવાનો વાયદો કર્યો છે. હરિયાણાના સ્થાનીક લોકોને નોકરીમાં 75 % અનામત અપાશે, ખાનગી ક્ષેત્રોમાં પણ. પછાત જિલ્લામાં નવા ઉદ્યોગો ખોલવા માટે જમીન ખરીદવા માટે સ્ટેમ્પ ડ્યુટી પર 50 %ની છૂટ આપવાની વાત કહી છે. સરકારી નોકરીઓની પરીક્ષા માટે જે તે વ્યવસ્થા તેના જિલ્લામાં જ કરવામાં આવશે.

ખેડૂતો પર ફોકસ

ખેડૂતો પર ફોકસ

સરકાર બનવાના 24 કલાકની અંદર જ ખેડૂતોનું દેવું માફ કરી દેવાશે. ભૂમિહિન ખેડૂતોને પણ દેવામાફીનો લાભ મળશે. બે એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને મફત વિજળીનો વાયદો કર્યો છે. પાક વિમાના હપ્તા સરકાર જ આપશે. પ્રાકૃતિક આપદા સમયે સરકાર પ્રતિ એકર 12,000 રૂપિયા વળતર આપશે. ખેતરમાં કામ કરતા ખેડૂતનું મૃત્યુ થાય તો 5 લાખ અને ખેતી કરતા મજૂરનું મોત થાય તો 3 લાખની આર્થિક સહાયની વાત કરી છે. દરેક જિલ્લામાં એક આધુનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરશે. ખેડૂતોનો પાક યોગ્ય સમર્થન મૂલ્ય સાથે ખરીદાશે.

દલિત અને પછાત સમાજ

દલિત અને પછાત સમાજ

એકથી 10 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને 12,000 રૂપિયા અને 11થી 12 સુધીના વિદ્યાર્થીઓને 15,000 રૂપિયા સ્કોલરશિપ અપાશે. અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જાતિ આયોગની રચના કરાશે. સરકારી અને અર્ધ સરકારી, બોર્ડ નિગમોમાં ખાલી જગ્યાઓ પર એસસી-બીસીની જગ્યા ભરાશે. સ્વચ્છતાને ધ્યાનમાં રાખતા 50,000 સફાઈ કર્મચારીઓને કામે લગાવાશે. એટલે કે કોંગ્રેસે મતદાતાઓને આકર્ષિત કરવા માટે તમામ મુદ્દાઓ પર ફોકસ કરી સંકલ્પ પત્ર તૈયાર કર્યુ છે.

બીજેપી સંકલ્પ પત્ર

બીજેપી સંકલ્પ પત્ર

બીજેપીએ પણ પોતાના સંકલ્પ પત્રમાં મહિલાઓ, યુવાઓ, ખેડૂતો અને દલિતોની વાત કરી છે. જે કંઈક આ મુજબ છે.

મહિલાઓ

મહિલાઓ

બીજેપીએ વાયદો કર્યો છે કે સરકાર ફરી સત્તામાં પાછી આવતા રાજ્યની મહિલાઓ અને બાળકોને એનિમિયા મુક્ત બનાવશે. જે કુટુંબોની વાર્ષિક આવક 1,80,000 રૂપિયા અથવા 5 એકરથી ઓછી જમીન છે તે મહિલાઓને કેજીથી લઈ પીજી સુધી સરકારી સંસ્થાઓમાં મફત શિક્ષણ અપાશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે પરિવહનની વ્યવસ્થા કરાશે. પોલીસમાં મહિલાઓની સંખ્યા વધારાશે. દરેક કસબામાં સ્વંય સહાયતા સમૂહની મહિલાઓના સામાનના વેચાણ માટે સ્ટોર ખોલાશે. ગામ-શહેરોમાં સાર્વજનિક સ્થળો પર સેનેટરી નેપકિન મશીન લગાવાશે. સાર્વજનિક ક્ષેત્રોમાં સીસીટીવીની સંખ્યા 2 લાખથી વધારીને 5 લાખ કરાશે. દરેક સ્કૂલ જનારી છોકરીને મફત સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અપાશે. સ્ત્રીઓના અત્યાચારના મામલામાં જરૂર પડતા ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના અને દરેક શહેરમાં નારી નિકેતન વિકસાશે. શહેરોમાં સીટી બસ સેવામાં જરૂર પ્રમાણે પાર્ટી પિંક બસ સેવા શરૂ કરશે.

હર હાથ કો કામ નો વાયદો

હર હાથ કો કામ નો વાયદો

હરિયાણાના સ્થાનીક લોકોને 95 %થી વધુ રોજગાર દેનારા ઉદ્યોગોને વિશેષ લાભ અપાશે. હરિયાણાના દરેક ક્ષેત્રમાં રોજગારની કલ્પનાને વાસ્તવિક બનાવાશે. નવા યુવા વિકાસ અને સ્વરોજગાર વિભાગની રચના કરાશે. હરિયાણા સ્ટાર્ટઅપ મિશનની શરૂઆત કરાશે. જે હેઠળ 4 એંટરપ્રોન્યોરશિપ હબ બનાવાશે. મુદ્રા લોન યોજનાના વધુ ઉપયોગ પર ભાર મૂકાશે. કૌશલ વિકાસ કેન્દ્રોને વધારીને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો વધુ ઉપયોગ પર ભાર અપાશે. 500 કરોડનો ખર્ચ કરીને 25 લાખ યુવાઓને કુશળ બનાવાશે. તમામ જિલ્લા રોજગાર કાર્યાલયના મોડલ કેરિયર કેન્દ્રના રૂપે અપગ્રેડ કરાશે. ઉચ્ચ અને વ્યવસાયિક શિક્ષણ માટે ગેરેંટી લોન ઉપલબ્ધ કરાશે. 1.8 લાખથી ઓછી વાર્ષિક આવક કે 5 એકરથી ઓછી જમીન ધરાવતા પરિવારોના બાળકોને મફત કોચિંગ સુવિધા અપાશે.

ખેતી અને ખેડૂત

ખેતી અને ખેડૂત

2022 સુધી ખેડૂતોની આવક બમણી કરાશે. 19 લાખ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપી પીએમ-કિસાનનો લાભ અપાશે. લોનથી સવા ગણાથી વધુ જમીન ગીરવે નહિં મુકવાનો કાયદો બનાવાશે. કિસાન કલ્યાણની તમામ યોજનાઓના લાભ સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી પરિવાર સમૃદ્ધિ યોજનાની રાશિ ક્રિયાન્વિત કરાશે અને બચેલી રાશિ તેમના ખાતામાં નખાશે. 5 એકરથી ઓછી જમીન વાળા તમામ ખેડૂતોને કિસાન-માન-ધન હેઠળ 3,000 રૂપિયા માસિક પેન્શન અપાશે. 3 લાખ રૂપિયા સુધી વ્યાજ મુક્ત પાક દેવું અપાશે. દરેક પાકની ખરીદી એમએસપી પર કરાશે. દરેક 5 ગામ પર એક માઈક્રોલ લેબ અને દરેક માર્કેટમાં માટીની તપાસ માટે લેબ વ્યવસ્થા કરાશે. ખેડૂતોની યોજનાઓના લાભ સીધા તેમના ખાતામાં નખાશે. ખેતરના રસ્તા પાકા કરાશે. ખેડૂત કલ્યાણ માટે 1 હજાર કરોડનું બજેટ રહેશે. ખેડૂતો માટે એક લાખથી વધુ સૌર પંપ સ્થાપિત કરાશે. પશુઓને ઓળખ ટેગ અપાશે. દુધાળા પશુઓને વીમા સાથે જોડાશે. ગૌમુત્ર અને છાણ વેચવા માટે સંગ્રહ કેન્દ્ર સ્થાપિત થશે.

દલિત અને પછાત વર્ગ

દલિત અને પછાત વર્ગ

સંત કબીર, સંત રવિદાસ, મહર્ષિ વાલ્મીકી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને વધારવા માટે પ્રેરણા સ્થળ સ્થાપિત કરાશે. તેની સાથે જોડાયેલા મુખ્ય સ્થાનોની યાત્રા માટે યોજના શરૂ કરાશે. એસસીના ઉદ્યમીઓને સ્ટેંડ અપ ઈન્ડિયા હેઠળ અપાનારી રકમ વધારીને 100 કરોડ કરાશે. એસસી યુવાઓને પોતાના રોજગાર માટે 3 લાખ રૂપિયાની વ્યાજ મુક્ત લોન અપાશે. સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને પછાત વર્ગમાં બેકલોગ અભિયાન ચલાવી પૂરી કરાશે. કાયદો બનાવી સીવરમાં સફાઈ માટે માનવોને ઘુસવા પર પ્રતિબંધ લગાવાશે. આ રીતે કોંગ્રેસે જે રીતે તમામ મુદ્દાઓ પર ફોકસ કર્યુ છે તે રીતે બીજેપીના મેનિફેસ્ટોમાં અનેક કન્ફ્યુઝન પેદા કરનારુ છે.

આઈએનએલજી-જેજેપીના વાયદા

આઈએનએલજી-જેજેપીના વાયદા

હરિયાણાની ચૂંટણીમાં બાજી મારવા માટે ઈન્ડિયન નેશનલ લોકદળ અને જનનાયક જનતા પાર્ટીએ પોતાનું બધુ જ જોર લગાવી દીધુ છે. આ બંને પાર્ટીઓ પણ ભાજપ અને કોંગ્રેસથી પાછળ નથી. આઈએએલડીની વાત કરીએ તો તેણે ખેડૂતો અને નાના વેપારીઓ માટે દેવામાફીનો વાયદો કર્યો છે. પાકની કિંમત સ્વામીનાથન આયોગ મુજબ નક્કી કરાશે, સાથે જ ખેતી માટે મફત વિજળીનો વાયદો કર્યો છે. પાર્ટી ખેડૂતો અને નાના કારોબારીઓને 10 લાખ રૂપિયા સુધીનું વ્યાજ મુક્ત દેવું આપશે. જ્યારે 200 યુનિટ સુધીની વિજળી વપરાશ પર ખેડૂતો અને ઘરેલુ ઉપભોક્તાને બીલ માફ કરાશે. સરકાર સત્તામાં આવશે તો ખેડૂતોને ઉત્પાદન પર 50 ટકા લાભ જોડી ન્યુનતમ સમર્થન મૂલ્ય અપાશે. સાથે જ સરકારી નોકરીમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની વાત કરી છે. સાથે જ આર્થિક રીતે પછાત મહિલાઓના લગ્ન માટે 5 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. પાર્ટીએ રાજ્યના દરેક પરિવારની એક વ્યકિતને નોકરી આપવા અને બેરોજગાર યુવાને 15 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવાનો વાયદો કર્યો છે. આઈએનએલડીએ ખાનગી ઉદ્યોગો અને નોકરીઓમાં રાજ્યના યુવાઓને 75 ટકા અનામત આપવાનું કહ્યુ છે. પાર્ટીએ હરિયાણાને માદક પદાર્થ મુક્ત રાજ્ય અને કર્મચારીઓને 58 વર્ષ સુધી નોકરીથી ન કાઢવાનો વાયદો કર્યો છે. ઉપરાંત પાર્ટીએ સફાઈ કર્મચારીઓ અને ચોકીદારને 18,000 રૂપિયા પ્રતિ માસ વેતન આપવાનો વાયદો કર્યો છે. વરિષ્ઠ નાગરીકોને 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન અને પાંચ લાખ રૂપિયા સુધીનો વીમો કરવાનું કહ્યુ છે. જ્યારે જેજેપી પ્રમાણે તે સત્તામાં આવશે તો 58 વર્ષના પુરુષ અને 55 વર્ષની મહિલાઓને 51,00 રૂપિયા માસિક પેન્શન આપશે. જો કે આ ઘોષણા છતાં બેને પાર્ટીઓમાં ઘરેલુ ઘમાસાણ જોવા મળે છે. જેમાં કોંગ્રેસને વધુ લાભ થવાની શક્યતા છે.

કોંગ્રેસને હુડ્ડાથી બાજી પલટાઈ જવાની અપેક્ષા

કોંગ્રેસને હુડ્ડાથી બાજી પલટાઈ જવાની અપેક્ષા

કોંગ્રેસનું ઘોષણાપત્ર તમામ દળો પર ભારે પડતુ દેખાઈ રહ્યુ છે. ત્યાં જ પાર્ટીએ હરિયાણામાં નેતૃત્વ સંકટ પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધો છે. આશરે 25 ટકા જાટ વસ્તી વાળા પ્રદેશમાં ભૂપિન્દર સિંહ હુડ્ડા જાટના સૌથી મોટા નેતા છે. બીજી બાજુ કુમારી શૈલેજાને પાર્ટીની કમાન સોંપી મહિલાને પણ સન્માન આપ્યુ છે અને આશરે 30 ટકા દલિત વસ્તી વાળા આ રાજ્યમાં પાર્ટીની તાકાત વધુ મજબૂત થઈ છે. જયારે બીજી તરફ મનોહર લાલ ખટ્ટર છે, જેમની વિરુદ્ધ 2016ના અનામત આંદોલન માટે જાટોના એક વર્ગમાં હજુ પણ નારાજગી છે. ખટ્ટરને જાટ સિવાયની જાતિઓ પર ભરોસો છે. તેમાં સૌથી ઉપર ખટ્ટરને પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવાનો અનુભવ છે. આ મામલે ભૂપેન્દર સિંહ હુડ્ડા ને તેમનાથી બમણો કે 5 વર્ષનો અનુભવ છે. ખટ્ટરના શાસનકાળમાં રાજ્ય સરકારે જે જાટ આંદોલન ઝેલ્યુ તેવો અનુભવ હુડ્ડાના કાર્યકાળમાં જોવા મળ્યો નથી. ખટ્ટરે ભૂલોથી અનુભવ લઈ ખુદને સ્થાપિત કર્યો છે. 2019માં લોકસભા ચૂંટણીમાં ખટ્ટરે હરિયાણાની તમામ 10 સીટો બીજેપીની ઝોળીમાં નાખી છે, જો કે ત્યારે ચૂંટણી નરેન્દ્ર મોદીના નામે થઈ હતી. આ વખતે ખટ્ટર સામે હુડ્ડા જેવા કદાવર નેતા છે. જેથી હુડ્ડાની આગેવાની વાળી કોંગ્રેસનો સામનો કરવો ખટ્ટર માટે સરળ નહિં રહે અને ઘોષણાપત્રમાં હાલ કોંગ્રેસ ભાજપ પર ભારે પડતી દેખાઈ રહી છે.

English summary
Haryana election battle: Congress is ready to change?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X