• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટિકિટ માટે હરિફાઈ શરૂ, હાલના ધારાસભ્યો પર જ દાવ લગાવશે કોંગ્રેસ

|

હરિયાણા વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યુ છે. તમામ રાજકીય પાર્ટીઓ સત્તા મેળવવા માટે તાકાત લગાવી રહી છે. હરિયાણા કોંગ્રેસ પણ જીતવા માટે મહેનત કરી રહી છે. કોંગ્રેસને કોઈ પણ સ્થિતિમાં જીત મળે તે માટે હાલના ધારાસભ્યોને કોંગ્રેસ રિપીટ કરી શકે છે.

જો કે હજી સુધી હરિયાણામાં ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર નથી કરી. પરંતુ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે હરિયાણા કોંગ્રેસમાં અચાનક જ ટિકિટવાંચ્છુકોની સંખ્યામાં વધારો થયો છે. ટિકિટ મેળવવાની લાલચમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર લાઈન લાગી રહી છે. અરજી કરનાર નેતાઓ હવે હરિયાણા કોંગ્રેસ કમિટીની ચંદીગઢ ઓફિસના આંટાફેરા કરી રહ્યા છે.

બીજી તરફ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ કુમારી સૈલજાએ પોતે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. પ્રદેશ અધ્યક્ષ સૈલજાએ ચૂંટણી લડવા ઈચ્છતા લોકો પાસેથી અરજી માગી છે. ટિકિટ માટે અરજી કરનારે કોંગ્રેસના કાર્યકર્તા હોવું જરૂરી છે. આ શરત પૂરી કરવા માટે ચૂંટણી લડવા ઈચ્છતા લોકો જે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય નથી તેઓ સભ્ય પદ માટે દોડી રહ્યા છે. બીજી તરફ પક્ષના હાલના ધારાસભ્યોને રિપિટ કરાય તેવી પણ શક્યતા છે.

હરિયાણા કોંગ્રેસ કાર્યલયમાં રોલ એવા લોગો આવી રહ્યા છે, જે સભ્યપદના ફોર્મ માગી રહ્યા છે. આ લોકોને કાયદેસર રીતે ફોર્મ અપાઈ રહ્યા છે. જો કે પાર્ટીએ હાલ સાદા કાગળ પર અરજી માગી છે, પરંતુ મેગલવાર સુધીમાં અરજી માટે ખાસ ફોર્મ છપાઈને તૈયાર થઈ જશે. આ ફોર્મમાં જાતભાતની માહિતી માગવામાં આવી છે. જેમ કે ક્યારથી કોંગ્રેસમાં છો, કેટલી ચૂંટણી લડ્યા છો. શૈક્ષણિક યોગ્યતાથી લઈ પરિવાર અંગેની માહિતી આ ફોર્મમાં મગાઈ છે. હાલના ચાલુ ધારાસભ્યોને પણ ફોર્મ ભરવા કહેવાયું છે.

મહત્વનો મુદ્દો એ છે કે હરિયાણામાં કોંગ્રેસના 16 ધારાસભ્યો છે. સોનીપતના રાઈથી વર્તમાન ધારાસબ્ય જયતીર્ધ દહિયા પૂર્વ પ્રદેશ પ્રમુખ અશોક તંવરને હટાવવાની માગ સાથે રાજીનામુ આપી ચૂક્યા છે. તેઓ ત્રણ મતથી જીત્યા હતા. 15 ધારાસભ્યોમાંથી 12 હુડ્ડાના સમર્થક છે. પાર્ટીના પક્ષમાં માહોલ બનાવા માટે હુડ્ડા અને સૈલજાની જોડી ફિલ્ડમાં ઉતરી છે. તેના કારણે પક્ષના કાર્યકર્તાઓ પણ સક્રિય થયા છે. જેઓ હજી સુધી ઘરમાં જ હતા, તેઓ હવે મેદાનમાં આવી પ્રચાર કરી રહ્યા છે.

ઝારખંડમાં બોલ્યા અમિત શાહ, અમે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો રાહુલ ગાંધીએ વિરોધ કર્યો

હુડ્ડા અને સૈલજાની જોડીને કામ કરવા માટે ખૂબ જ ઓછો સમય મળ્યો છે, પરંતુ બંનેએ લોકસભાની બેઠકવાઈઝ સંમેલનો કરવાની શરૂઆત કરી છે. ફરીદાબાદ, ગુરુગ્રામ, સોનીપત અને કરનાલ લોકસભા ક્ષેત્રમાં ત્રણ ડઝન વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓ સાથે હુડ્ડા અને સૈલજા મળી ચૂક્યા છે.

હુડ્ડાના મીડિયા સલાહકાર સુનીલ પરતીના કહેવા પ્રમાણે 19 સપ્ટેમ્બરે હિસાર અને ફતેહાબાદના કાર્યકર્તાઓ સાથે સંમેલન થશે. 21 સપ્ટેમ્બરે ભિવાન-મેહન્દ્રગઢ અને રોહતક લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ માટે સંમેલનનું આયોજન થશે. હરિયાણા કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટી પણ બની ચૂકી છે. જેની જવાબદારી મધુસૂદન મિસ્ત્રીને સોંપાઈ છે. હુડ્ડા, સૈલજા અને ગુલામનબી આઝાદને કમિટીમાં રખાયા છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP વચ્ચે સીટોનો ફોર્મ્યુલા નક્કી, આટલી સીટ પર બંને દળ લડશે

English summary
haryana election: haryana congress may repeat current mlas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more