હરિયાણા સરકારે ભરતીમાં અનામત પર લીધો મોટો નિર્ણય, આ કેટેગરીમાં 10%ને જ લાભ
હરિયાણા સરકારે ભરતીઓમાં અનામત માટે મોટો નિર્ણય લીધો છે. સરકારે બુધવારે આર્થિક આધારે અનામત (EBPG) ને પાછુ લઈ લીધુ છે. હવે આ પદેને સામાન્ય વર્ગ માનીને ભરવામાં આવશે. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી છે. એવામાં આ નિર્ણય વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે. રાજ્યમાં હાલમાં ભાજપની સરકાર છે અને મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી છે. લોકોસભા ચૂંટણી 2019માં પણ ભાજપે અહીં ક્લીન સ્વીપ કરીને બધી 10 સીટો જીતી છે.
રાજ્ય સરકારે ઈબીપીજી (સામાન્ય જાતિઓમાં આર્થિક આધાર પર પછાત લોકો)ને આપવામાં આવી રહેલ અનામત પર બુધવારે રોક લગાવી દીધી છે. સરકારનું કહેવુ છે કે કારણકે આર્થિક રૂપે પછાત લોકોને અનામત અપાઈ રહી છે એવામાં અલગથી ઈબીજીપી કેટેગરી હેઠળ અનામત આપવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે જાટ સહિત પછાત જાતિઓને અપાતા અનામત પર રોક લગાવી રાખી છે.
Haryana Government withdraws reservation of Economically Backward Persons in General Case Category (EBPG); states in an order 'since Economically Weaker Sections reservation has come into effect, there is no requirement to continue with reservation of EBPG'
— ANI (@ANI) 5 June 2019
ખટ્ટર સરકારે હવે જાટ, જાટ શિખ, જાટ-મુસ્લિમ સહતિ છ જાતિઓ માટે અનામત પદોને સામાન્ય જાતિઓના ઉમેદવારોથી ભરવાનો નિર્ણય કર્યો છે. આના માટે તેણે બધા વિભાગો, બોર્ડ અને નિગમોથી 'સી' શ્રેણી હેઠળ પછાત વર્ગ માટે ચિહ્નિત ખાલી પદોની માહિતી માંગી છે. સરકારે આદેશ જાહેર કરીને કહ્યુ છે કે આ પદોને જનરલ કેટેગરી હેઠળ ભરવામાં આવે.
આ પણ વાંચોઃ ICC World Cup 2019: સાઉથ આફ્રિકા સામે ભારતનો 6 વિકેટે વિજય