આજે બીજી વાર હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લેશે ખટ્ટર, દુષ્યંત ચૌટાલા હશે ડેપ્યુટી CM

હરિયાણામાં આજે નવી સરકાર બનવા જઈ રહી છે. આજે નવી સરકારની રચના થઈ જશે. મનોહરલાલ ખટ્ટર એક વાર ફરીથી હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લેશે

હરિયાણામાં આજે નવી સરકાર બનવા જઈ રહી છે. આજે નવી સરકારની રચના થઈ જશે. મનોહરલાલ ખટ્ટર એક વાર ફરીથી હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લેશે. મનોહરલાલ ખટ્ટર સતત બીજી વાર હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લેશે. વળી આ વખતે ઉપમુખ્યમંત્રી પદની ખુરશી જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના નેતા દુષ્યંત ચૌટાલાના હાથમાં રહેશે.

manohar lal khattar

માહિતી મુજબ બપોરે 2.15 વાગે ચંદીગઢ સ્થિત રાજભવનમાં શપથગ્રહણ સમારંભ થશે. આ શપથગ્રહણ સમારંભમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ શામેલ થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે મનોહરલાલ ખટ્ટરને શનિવારે સામાન્ય સંમતિથી ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા.

ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા બાદ મનોહર લાલ ખટ્ટરે હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય પાસે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. આ વખતે હરિયાણામાં ભાજપ અને જેજેપીની ગઠબંધન સરકાર બની રહી છે. બહુમતથી 6 સીટો દૂર હોવાના કારણે ભાજપે જેજેપી સાથે ગઠબંધનની સરકાર બનાવી અને ઉપમુખ્યમંત્રી પદ જેજેપીને મળ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X