For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

"મમતાને શરમ આવતી હોય તો સમુદ્રમાં જઇને ડૂબી મરે.."

મમતા બેનર્જીએ ગુરૂવારે બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, બધા ધર્મના લોકોએ શાંતિ જાળવી રાખવી જોઇએ. તલવાર લઇને લોકોને ડરાવવા ન જોઇએ. શરમની વાત છે કે મારો જન્મ આ ધરતી પર થયો.

By Shachi
|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મારો જન્મ ભારતમાં થયો છે, એ કહેતા મને શરમ આવે છે. મમતા બેનર્જીના આ નિવેદન પર હરિયાણા સરકારના મંત્રી અનિલ વિજે હુમલો કર્યો છે. અનિલ વિજે કહ્યું કે, મમતા બેનર્જીને જો એ વાતે શરમ આવતી હોય કે તેમનો જન્મ ભારતમાં થયો છે તો પશ્ચિમ બંગાળની નજીક સમુદ્ર પણ છે, તેમાં જઇને ડૂબી મરે.

mamta benarjee

અનિલ વિજે કહ્યું કે, દેશવાસી હોવા છતાં એક મુખ્યમંત્રીને આ વાતે શરમ આવે તે અચરજની વાત કહેવાય. મમતા બેનર્જીએ ગુરૂવારે બૌદ્ધ ધર્મના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, બધા ધર્મના લોકોએ શાંતિ રાખવી જોઇએ. તલવાર લઇને લોકોને ડરાવવા ન જોઇએ. શરમની વાત છે કે મારો જન્મ આ ધરતી પર થયો.

તેમણે આગળ કહ્યું હતું કે, ડરાવી-ધમકાવીને મને ચૂપ નહીં કરી શકે કોઇ. બિહાર, મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યો ભલે ચૂપ રહે, પરંતુ પશ્ચિમ બંગાળ પોતાની લડાઇ અને વિરોધ નહીં રોકે, ભલે ગમે તે થઇ જાય. માત્ર પશ્ચિમ બંગાળ જ સાંપ્રદાયિક રાજકારણ અને અસહિષ્ણુતા સામે લડી દેશને બચાવી શકે છે. તેમણે આ વાતો ભાજપને વિભાજનકારી રાજકારણ કરતી પાર્ટી ગણાવતાં આ વાત કહી હતી.

{promotion-urls}

English summary
Haryana Minister Anil Vij attack on Mamata Banerjee remark.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X