For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાનને જાનથી મારવાની ધમકી આપનાર શાર્પ શૂટર પકડાયો

લોરન્સ બિશ્નોઈ ગેંગના કુખ્યાત અપરાધી સંપત નહેરાની હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હૈદરાબાદથી ધરપકડ કરી છે. નહેરા લોકોને જાનથી મારવા માટે કરોડોની સોપારી લેતો હતો.

|
Google Oneindia Gujarati News

લોરન્સ બિશ્નોઈ ગેંગના કુખ્યાત અપરાધી સંપત નહેરાની હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હૈદરાબાદથી ધરપકડ કરી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ બે મહિના પહેલા બોલિવુડ અભિનેતા સલમાન ખાનને કાળિયાર શિકાર મામલે જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ચર્ચામાં આવી હતી. કુખ્યાત અપરાધી સંપત નહેરા શાર્પ શૂટર છે અને ઘણા રાજ્યોમાં તેનો ખોફ છે. નહેરા લોકોને જાનથી મારવા માટે કરોડોની સોપારી લેતો હતો.

હરિયાણા એસટીએફે હૈદરાબાદથી પકડ્યો

હરિયાણા એસટીએફે હૈદરાબાદથી પકડ્યો

હરિયાણાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હૈદરાબાદથી કુખ્યાત અપરાધી સંપત નહેરાની ધરપકડ કરી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર નહેરા પોતાના આકાની ગેરહાજરીમાં ગેંગનું કામ સંભાળી રહ્યો હતો. ગેંગનો મુખિયા લોરેન્સ બિશ્નોઈ હાલમાં જોધપુર જેલમાં બંધ છે. હરિયાણા એસટીએફ આઈજી સૌરભ સિંહે જણાવ્યુ, "તે લોકોને જાનથી મારી નાખવા માટે કરોડોની સોપારી લેતો હતો. ટાર્ગેટને મારવાની પ્લાનિંગમાં તે માસ્ટરમાઈન્ડ હતો." સિંહે આગળ જણાવ્યુ કે નહેરા અલગ-અલગ જગ્યાઓથી આ ઘટનાઓને અંજામ આપતો હતો અને કોઈ પણ લોકેશન પર 10 દિવસથી વધુ રોકાતો નહોતો. (ફોટોઃ લોરેન્સ બિશ્નોઈ)

મોટા-મોટા મર્ડરનો માસ્ટરમાઈન્ડ હતો નહેરા

મોટા-મોટા મર્ડરનો માસ્ટરમાઈન્ડ હતો નહેરા

નહેરા મોટો અપરાધી હતો અને તેના પર મોટા મોટા લોકોની હત્યાનો આરોપ હતો. એસટીએફ હરિયાણાના ડીઆઈજી બી સતીષ બાલને કહ્યુ, "નહેરા અને તેની ગેંગ આઈએનએલડી લીડરના ભાઈની હત્યામાં શામેલ હતા. તેણે ચંદીગઢના એક બિઝનેસમેન પાસેથી 3 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પોતાના સાથી દીપકને પોલિસ પાસેથી છોડાવવા માટે તેણે પોલિસની ટીમ પર ગોળીઓ ચલાવી હતી અને કુરુક્ષેત્રમાં એક શખ્સને બંદૂકની અણીએ લૂટ્યો હતો."

આ રીતે પકડાયો

આ રીતે પકડાયો

એસટીએફ ટીમે જણાવ્યુ કે સંપત નહેરા સોશિયલ મીડિયા દ્વારા પકડમાં આવ્યો. નહેરા ગેંગ ફેસબુક અને વૉટ્સઅપ પર ઘણા એક્ટીવ છે અને ત્યાંથી એક ટિપ-ઑફ દ્વારા તેમણે એને શોધ્યો અને પછી તેના પર નજર રાખી. નહેરા હાલમાં હૈદરાબાદ એસટીએફની પકડમાં છે. તેને ટ્રાન્ઝીટ રિમાન્ડ માટે લોકલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નહેરા પર હરિયાણા પોલિસે 1 લાખ રૂપિયા અને પંજાબ-રાજસ્થાન પોલિસે 50-50 હજાર રૂપિયાનું ઈનામ રાખ્યુ હતુ.

English summary
Haryana STF Arrested Sharpshooter Sampat Nehra Of Lawrence Bishnoi Gang In Hyderabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X