હરિયાણાની જાણીતી ડાન્સર હર્ષિતાની હત્યા, બહેન ખોલ્યા રાઝ

Posted By:
Subscribe to Oneindia News

હરિયાણાની જાણીતી ગાયિકા અને ડાન્સર હર્ષિતા દહિયાની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. હર્ષિતા પર ચાર ગોળીઓ ચલાવવામાં આવી છે. જાણકારી મુજબ હર્ષિતાના ડ્રાઇવર અને તેના સાથીઓને ગાડીની બહાર નીકાળી હર્ષિતા પર ગોળીબાર કરવામાં આવ્યા હતો. હર્ષિતા હરિયાણાના ચમરાડા ગામથી પ્રોગ્રામ પૂરો કરીને નીકળી હતી તે પછી તેની પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ચકચાર મચાવનાર હત્યાકાંડ પછી હર્ષિતાની બહેને એક નવો ખુલાસો કર્યો છે. તેની બહેનનું કહેવું છે કે હર્ષિતાની હત્યા તેના જીજા દિનેશે જ કરાવી છે. ત્યારે જાણો આ સમાચાર અંગે વિગતવાર...

હત્યાની સાક્ષી

હત્યાની સાક્ષી

રિપોર્ટ મુજબ હર્ષિતા તેની માતાના હત્યારાને જાણતી હતી. આ માટે જ તેની હત્યા કરવામાં આવી છે. શરૂઆતી તપાસ મુજબ તિહાડ જેલમાં બંધ તેના જીજા દિનેશ જ હર્ષિતાની હત્યા કરાવી છે. હર્ષિતાની બહેનનું કહેવું છે કે હર્ષિતા તેની માતાના હત્યારાને જાણતી હતી માટે જ દિનેશ તેની હત્યા કરાવી હતી.

ફેસબુક પર ધમકી

ફેસબુક પર ધમકી

હર્ષિતાએ ફેસબુક લાઇવ દ્વારા જણાવ્યું હતું કે કોઇ તેમને વારંવાર ધમકી આપી રહ્યું હતું. વળી કેટલાક સમય પહેલા હર્ષિતાએ તેના જીજા પર પણ રેપનો આરોપ લગાવ્યો હતો. જે હાલ તિહાડ જેલમાં બંધ છે. હર્ષિતાની બહેનનું કહેવું છે કે આ હત્યા પાછળ તેના જીજાનો જ હાથ છે.

બે કલાકારોથી પણ હતો વિવાદ

બે કલાકારોથી પણ હતો વિવાદ

હર્ષિતા મૂળ રીતે હરિયાણાના સોનીપતના નાહરા ગામની રહેવાસી છે. તેણે દિલ્હીમાં તેની માસી પાસે રહેતી હતી. હર્ષિતાનો ખરખૌદાના બે કલાકરો સાથે વિવાદ હતો. બન્ને મ્યુઝિક કંપની ચલાવતા હતા. વિવાહ થવા પર હર્ષિતાને બન્ને ધમકી આપી રહ્યા હતા તેવું જાણવા મળ્યું છે.

કેવી રીતે થઇ હત્યા?

કેવી રીતે થઇ હત્યા?

હર્ષિતા દહિયા અને તેના ત્રણ સાથી કલાકારો ચમરાડા ગામથી પ્રોગામ પતાવી જ્યારે આવી રહ્યા હતા. ત્યારે કાળા રંગની કારમાં ચાર યુવકોએ આવી તેની ગાડી રોકાવી. તેના ત્રણ સાથીઓને નીચે ઉતરવાનું કહ્યું અને હર્ષિતાના માથે બંદૂર રાખી ગોળી ચલાવી દીધી. અને પછી ત્યાંથી ફરાર થઇ ગયા. ત્યારે હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

English summary
In the latest twist in the murder case of Haryana singer Harshita Dahiya, the victims sister has claimed that her husband plotted the murder of the 22-year-old.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.