For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું કોરોના વાયરસ થર્ડ સ્ટેજમાં પહોંચી ગયું, ભારત સરકારે આ જવાબ આપ્યો

શું કોરોના વાયરસ થર્ડ સ્ટેજમાં પહોંચી ગયું, ભારત સરકારે આ જવાબ આપ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા દર્દીઓની સંખ્યા અને શુક્રવારે થયેલ બે મોત બાદ અહેવાલ પ્રસારિત થઈ રહ્યા છે કે કોરોના વાયરસ ત્રીજા સ્ટેજમાં પહોંચી ચૂક્યો છે. પરંતુ ભારત સરકારે આ અહેવાલનું ખંડન કરતા કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ ત્રીજા તબક્કામાં જેમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન હોય છે તેના કોઈ ઠોસ સબુત કે સંકેત મળ્યા નથી. સરકાર મુજબ દેશ હજી કોરોના વાયરસના ત્રીજા તબક્કામાં નથી પહોંચ્યો.

સરકારે કહ્યુ્ં કોઈ પુરાવા નથી મળ્યા

સરકારે કહ્યુ્ં કોઈ પુરાવા નથી મળ્યા

જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરના લપેટામાં 873 લોકો આવી ચૂક્યા છે જેમાંથી 19 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 79 લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે શુક્રવારે કોરોનાના બે દર્દીના મોત થયાં અને 149 નવા કેસ સામે આવ્યા છે. આવી રીતે કોઈપણ પૂરાવા મળવાને સરકારે ફગાવી દીધા છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશ કોરોના વાયરસ ટ્રાન્સમિશનના ત્રીજા સ્ટેજ તરફ વધી રહ્યો છે એટલે કે દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલય સંયુક્ત સચિવે આ જાણકારી આપી

સ્વાસ્થ્ય મંત્રાલય સંયુક્ત સચિવે આ જાણકારી આપી

ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલયની શનિવારે થયેલ પ્રેસ કોન્ફરેન્સમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી છે. તેમણે ખુલાસો કર્યો કે દેશભરમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 19 લોકોના મોત થયાં છે અને તેમાંથી મોટાભાગના વૃદ્ધ હતા. સરકારે કહ્યું ભારતમાં કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના અત્યાર સુધી કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી.

19 મૃતકોમાં મોટાભાગના વૃદ્ધો હતા

19 મૃતકોમાં મોટાભાગના વૃદ્ધો હતા

સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કોરોના વાયરસથી અત્યાર સુધીમાં જે 19 લોકોના મોત થયાં છે તેઓ ડાયાબિટીઝ, હાઈપરટેંશન, કિડની અને રક્તપાત જેવી બીમારીઓથી પીડાતા હતા. તેમણે કહ્યું કે અમારા ચિકિત્સકો અને દુનિયાભરના રિપોર્ટ મુજબ વધુ ઉંમરના લોકોને કોરોનાનો વધુ ખતરો છે.તેમણે જણાવ્યું કે અમે રાજ્ય સરકારે સાથે મળીને વાયરસ થર્ડ સ્ટેજમાં ના પહોંચે તે અંગે સતત ઉપાયો કરી રહ્યા છીએ. માટે અમારી રાજ્ય સરકારો સમુદાયો પર નજર, નિયમિત રૂપે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અટકાયત સટ્રેટેજીને લાગૂ કરવામાં લાગી છે.

વધુ પાંચ લાખના ટેસ્ટિંગની વ્યવસ્થા થઈગઈ

વધુ પાંચ લાખના ટેસ્ટિંગની વ્યવસ્થા થઈગઈ

સચિવ અગ્રવાલે જણાવ્યું કે આજે સ્વાસ્થ્ય મંત્રાલયે આ આદેશ આપ્યો કે સીજીએચએસમાં જે જૂના દર્દી છે તેમને 3 મહિનાની દવાઈ એક સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે જેથી કોરોનાને પગલે કરવામાં આવેલ લૉકડાઉન દરમિયાન દર્દીને દવા લેવા માટે ના જવું પડે. ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના ડૉ રમન આર ગંગાખેડકર જણાવે છે કે આપણે ત્યાં 5 લાખથી વધુ પ્રોબ જે આપણે અમેરિકાથી મંગાવ્યા હતા તે આવી ચૂક્યા છે, આનો મતલબ કે આપણે 5 લાખ લોકોનું અતિરિક્ત ટેસ્ટિંગ કરી શકીએ છીએ. આનાથી કોરોનાના વધુમાં વધુ ટેસ્ટ થઈ શકશે.

રિલીફ કેમ્પ સ્થાપિત કરાઈ રહ્યા છે

રિલીફ કેમ્પ સ્થાપિત કરાઈ રહ્યા છે

જ્યારે હોમ મિનિસ્ટ્રીની હેલ્થ સેક્રેટરી પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે અમે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને પ્રવાસી મજૂરો માટે ભોજન અને પાણીની વ્યવસ્થાની સાથે જ રિલીફ કેમ્પ સ્થાપિત કરવાનો અનુરોધ કર્યો છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સાર્વજનિક પ્રણાલી, સ્વયંસેવક અને એનજીઓના માધ્યમથી આ વ્યવસ્થાઓ વિશે જાગરુકતા ફેલાવવી જોઈએ.

ભારતમાં ક્યાં કેટલાં મોત

ભારતમાં ક્યાં કેટલાં મોત

જણાવી દઈએ કે ભારતમાં 873 લોકો કોરોના વાયરસના લપેટામા આવી ચૂક્યા છે જેમાંથી 19 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 79 લોકો કોરોનાથી હવે સ્વસ્થ્ થઈ ચૂક્યા છે. શુક્રવારે જે નવા સંક્રમિતોના મોત થયા છે તેમાં મહારાષ્ટ્રમાં પાંચ, ગુજરાતમાં ત્રણ, કર્ણાટકમાં 2, મધ્ય પ્રદેશમાં 2, તમિલનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં 1-1 વ્યક્તિના મોત થઈ ચૂક્યાં છે.

તેલંગાણામાં કોરોના વાયરસના કારણે પહેલું મોત, ભારતનો મૃતકાંક 20 થયોતેલંગાણામાં કોરોના વાયરસના કારણે પહેલું મોત, ભારતનો મૃતકાંક 20 થયો

English summary
Has the Country Reached The Third Stage of Corona Virusie Community Transmission, the Government Responded
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X