For Quick Alerts
For Daily Alerts
શું ઉપરાષ્ટ્રપતિ અંસારીએ તિરંગાને ના આપી સલામી...?
નવી દિલ્હી, 26 જાન્યુઆરી: શું ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ આજે ગણતંત્ર દિવસના અવસર પર તિરંગાને સલામી ના આપી? આજે આ દ્રશ્ય રાજપથ પર એ સમયે જોવા મળ્યું જ્યારે દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્ય અતિથિ બરાક ઓબામા અને મિશેલ ઓબામાની સાથે તિરંખાને સલામી આપી રહ્યા હતા. તેઓ આ પહેલા પણ રામલીલામાં શ્રીરામ અને લક્ષ્મણને રામલીલાના અવસર પર તિળક કરવાનો ઇનકાર કરી ચૂક્યા છે.
દિલ્હી ભાજપના નેતા અને પૂર્વ પત્રકાર નવીન કુમારે જણાવ્યું કે મને આજે રાજપથ પર વિશિષ્ઠ પંક્તિમાં હામિદ અંસારીને બેસેલા જોઇને દુ:ખ થઇ રહ્યું હતું કે જે કોંગ્રેસ દેશની આઝાદીનો શ્રેય લેવાનું નથી ચૂકતી તેનો નેતા આવો છે.
નવીન કુમારે હામિદ અંસારીની આ તસવીરને પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ પણ કર્યું છે, જેમાં તેઓ તિરંગાને સલામી નથી આપી રહ્યા. જોકે તેમની સાથે ઊભેલા તમામ લોકો તિરંગાને સલામી આપી રહ્યા છે. તેમાં કોઇ શંકા નથી કે હવે આ મામલે પણ જોરદાર રાજકીય બબાલ મચવાની છે.