હાથરસ કેસમાં પીડિતાના ચરિત્રનુ હનન કરવાની કોશિશ થઈ રહી છેઃ પ્રિયંકા ગાંધી
લખનઉઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી સાથે ગેંગરેપ બાદ મોત થઈ ગયા પછી યુવતીના શબન અડધી રાતે પોલિસે અંતિમ સંસ્કાર કરી દીધા. પોલિસની આ હરકત બાદ યોગી સરકાર અને જિલ્લા પ્રશાસન સતત વિપક્ષના નિશાના પર છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સતત આ ઘટના બાદ યોગી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. એક ટ્વિટ દ્વારા પ્રિયંકાએ પીડિતાના મોત બાદ તેના માટે ન્યાયની માંગ કરી છે. તેમણે કહ્યુ કે પીડિતાને ન્યાયની જરૂર છે, અપમાનની નહિ.
પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે એ રીતની ભૂમિકા તૈયાર કરવામાં આવી રહી છે જેથી મહિલાના ચરિત્ર પર સવાલ ઉઠાવી શકાય, તેની સાથે જે થયુ તેના માટે મહિલાને જવાબદાર ઠેરવવાની કોશિશ કરવામાં આવી રહી છે, આ ખૂબ જ ખોટુ છે. હાથરસમાં એક જધન્ય ગુનો થયો છે જેના કારણે 20 વર્ષની દલિત યુવતીનુ મોત થઈ ગયુ છે. યુવતીના શબને પરિવારજનોની મંજૂરી અને ઉપસ્થિતિ વિના બાળી દેવામાં આવ્યુ. મહિલાને ન્યાય મળવો જોઈએ, અપમાન નહિ. તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ હાલમાં જ પીડિતાના ઘરે જઈને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના આપી હતી.
આ પહેલા એક ટ્વિટ કરીને પ્રિયંકાએ યોગી આદિત્યનાથ પર હુમલો કરીને કહ્યુ હતુ, યુપીના સીએમ સાહેબે સંવાદથી સમસ્યાઓને ઉકેલવાની વાત કહી, તો શું તે પીડિત પરિવારની વાત સાંભળશે? હાથરસ ડીએમ પર કાર્યવાહી ક્યારે? ન્યાયિક તપાસના આદેશ ક્યારે? ન્યાયની પહેલી સીડી છે પીડિત યુવતીની વાત સાંભળવી. વાસ્તવિકતા એ છે કે ભાજપ આજે પણ યુવતીનો દુષ્પ્રચાર કરી રહીછે. તેમણે કહ્યુ કે હાથરસના પીડિત પરિવાર અનુસાર સૌથી ખરાબ વર્તન ડીએમનો હતો. તે કોને બચાવી રહ્યા છે? તેમને સસ્પેન્ડ કરીને સમગ્ર મામલે તેમની ભૂમિકાની તપાસ કરો. પરિવાર ન્યાયિક તપાસની માંગ કરી રહ્યો છે ત્યારે કેમ સીબીઆઈ તપાસની બૂમાબૂમ કરીને એસઆઈટીની તપાસ ચાલુ છે.
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 200 કોંગ્રેસી ભાજપમાં જોડાયા