For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથરસ ગેંગરેપઃ ભારે હોબાળા અને વિરોધ વચ્ચે મોડી રાતે પીડિતાના અંતિમ સંસ્કાર

હાથરસ ગેંગરેપ કેસમાં મોડી રાતે ગેંગરેપ પીડિતાનુ શબ દિલ્લીથી હાથરસ પહોંચ્યુ જ્યાં પીડિતાના શબને લઈને ગામ લોકોએ ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શન કર્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હાથરસ ગેંગરેપ કેસમાં મોડી રાતે ગેંગરેપ પીડિતાનુ શબ દિલ્લીથી હાથરસ પહોંચ્યુ જ્યાં પીડિતાના શબને લઈને ગામ લોકોએ ભારે હોબાળો અને વિરોધ પ્રદર્શન કર્યુ. ભારે હોબાળા અને વિરોધ પ્રદર્શન વચ્ચે પીડિતાના રાતોરાત અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. મોડી રાતે પીડિતાનુ શબ હાથરસ પહોંચ્યુ હતુ અને ગામ લોકો શબના અંતિમ સંસ્કાર અડધી રાતે કરવા માટે તૈયાર નહોતા. જે બાદ પોલિસ અને ગામ લોકો વચ્ચે બોલાચાલી થઈ ગઈ. ભારે સંખ્યામાં પોલિસબળ તૈનાત કરી દેવામાં આવ્યુ.

hathras gangrape

પરિવારવાળા ઉતાવળમાં શબના અંતિમ સંસ્કાર કરવાનો વિરોધ કરી રહ્યા હતા. વળી, પોલિસે પરિવાર અને ગામ લોકોની મનાઈ છતાં ઉતાવળણાં મોડી રોતા પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા. વળી, પોલિસની આ હરકત માટે કોંગ્રેસે યુપી પોલિસ અને યોગી સરકાર પર નિશાન સાધ્યુ છે. યુપી કોંગ્રેસે ટ્વિટ કરીને પોલિસ અને પ્રશાસન પર સવાલ ઉઠાવ્યા અને યુપીની કાયદા વ્યવસ્થા પર હુમલો કર્યો. કોંગ્રેસે ટ્વિટ કરીને લખ્યુ કે, કેટલી હેવાનિયત પર ઉતરી આવી છે સરકાર. યુપી કોંગ્રેસ ટ્વિટ સાથે વીડિયો પણ શેર કર્યો છે જેાં ગ્રામીણ એમ્બ્યુલન્સ સામે વિરોધ કરી રહ્યા છે. વળી, વધુ એક વીડિયો કોંગ્રેસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યો જેમાં પીડિતાના અંતિમ સંસ્કારને બતાવવામાં આવ્યા.

યુપી કોંગ્રેસે પોલિસની આ હરકતને કાયર ગણાવીને ટ્વિટ કર્યુ અને લખ્યુ - નિર્દયતાની હદ છે. જે સમયે સરકારે સંવેદનશીલ હોવુ જોઈએ એ વખતે સરકારે નિર્દયતાની બધી સીમાઓ તોડી દીધી. વળી આપ પાર્ટીએ પણ આનો વિરોધ કરીને ફેસબુક પર યુપી સરકાર અને યુપી પોલિસ સામે મોરચો ખોલ્યો.

વળી, પીડિતાનો પરિવાર ગુસ્સામાં છે. બળજબરીથી અંતિમ સંસ્કાર કરવાથી પરિવાર અને ગામ લોકો નારાજ છે. વળી, લોકોના વિરોધ પ્રદર્શનને જોતા હાથરસમાં ભારે સંખ્યામાં પોલિસબળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બરે સવારે હાથરસના ચંદપા પોલિસ સ્ટેશન વિસ્તારમાં બુલગઢી ગામમાં 19 વર્ષની કિશોરી પોતાની મા સાથે ચારો કાપવા ગઈ હતી. ચારો કાપતા તે માથી થોડૂ દૂર નીકળી ગઈ. આ દરમિયાન ગામના 4 યુવકોએ તેની સાથે ગેંગરેપ કર્યો અને તેની સાથે મારપીટ કરી. ચારે આરોપી કિશોરીને મરેલી સમજીને ત્યાંથી ભાગી ગયા હતા. પીડિતા 15 દિવસ સુધી જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમતી રહી પરંતુ છેવટે મંગળવારે તેનુ મોત થઈ ગયુ.

બાબરી વિધ્વંસ મામલોઃ કાલે CBI કોર્ટનો ફેસલો આવશે, કેન્દ્રએ કેટલાય રાજ્યોને અલર્ટ કર્યાંબાબરી વિધ્વંસ મામલોઃ કાલે CBI કોર્ટનો ફેસલો આવશે, કેન્દ્રએ કેટલાય રાજ્યોને અલર્ટ કર્યાં

English summary
Hathras Gangrape: family says cops didn't let them bring body home, late night cremation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X