હાથરસઃ દિલ્લી-નોઈડા સીમા પર રાહુલ-પ્રિયંકાના કાફલાને અટકાવ્યો, કારમાંથી ઉતરી પગપાળા જ નીકળ્યા
નોઈડાઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં 19 વર્ષીય ગેંગરેપ પીડિતા સાથે થયેલ હેવાનિયત પર રાજકારણ ગરમાયુ છે. વળી, પીડિતાના પરિવારને મળવા જઈ રહેલ રાહુલ ગાંધી અને ઉત્તર પ્રદેશ પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને ગ્રેટર નોઈડા પાસે પોલિસે રોકી લીધો. વળી, બંને નેતા કારમાંથી ઉતરીને પગપાળા જ હજારો કાર્યકર્તાઓ સાથે હાથરસ માટે આગળ વધ્યા. પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના હાથરસ આવવાના સમાચારોના કારણે સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. સાથે જ જિલ્લામાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ પ્રભારી તેમજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા તેમજ તેમના ભાઈ રાહુલ ગાંધી સવારે હાથરસ પીડિતાના પરિવારને મળવા માટે લગભગ 12 વાગે રવાના થયા. જેમને પોલિસે દિલ્લી-નોઈડા સીમા પર રોકી દીધા છે. તમને જણાવી દઈએ કે આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ બંને નેતાઓના સમર્થનમાં નારા લગાવ્યા અને તેમનુ સ્વાગત કર્યુ. વળી, અધિકારીઓ દ્વારા તેમની ગાડી રોક્યા બાદ પ્રિયંકા ગાંધી પોતાની કાર છોડીને પગપાળા જ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે યમુના એક્સપ્રેસ-વેથી હાથરસ તરફ આગળ વધી રહ્યા છે.
આ દરમિયાન પ્રિયંકા ગાંધી મીડિયાકર્મીઓ સાથે વાત કરતા કહ્યુ કે મહિલાઓની સુરક્ષાની જવાબદારી યુપી સીએમ યોગી આદિત્યનાથે લેવી પડશે. જે રીતે રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તે બંધ થવા જોઈએ. આરોપીઓને કડક સજા થવી જોઈએ। તેમણે કહ્યુકે ગયા વર્ષે પણ રાજ્યની આ જ સ્થિતિ હતી. રાજ્યની સ્થિતિમાં કોઈ ફેરફાર નથી આવ્યો. તેમણે કહ્યુ કે ગયા વર્ષે અમે આ સમયે ઉન્નાવની દીકરી માટે લડાઈ લડી રહ્યા હતા.
અમદાવાદઃ 100 ફૂટ ઉંચા કચરાના ઢગલામાં કેમ થઈ રહી છે 12 વર્ષની બાળકીની શોધખોળ