Hathras Case: યૂપી પોલીસની ધક્કામુક્કીમાં રાહુલ ગાંધી પડી જતાં ઈજાગ્રસ્ત
લખનઉઃ હાથરસમાં રેપની ઘટનાથી આખા દેશમાં ગુસ્સો છે, યૂપી પોલીસ અને યોગી સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે, ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિતાના પરિવારને મળવા માટે હાથરસ જવા રવાના થયા હતા પરંતુ ગ્રેટર નોઈડા પાસે જ તેમના કાફલાને રોકી લેવામાં આવ્યો, જે બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પગપાળા જ હાથરસ જવા માટે નીકળી પડ્યા પરંતુ આ દરમ્યાન પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ અને આ દરમ્યાન રાહુલ ગાંધી સાથે ધક્કા મુક્કી થઈ, જેને કારણે રાહુલ ગાંધી જમીન પર પડી જતાં તેમના હાથમાં ઈજા પામી છે. આ ઉપરાંત કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પણ ઈજાગ્રસ્ત થયા છે, જે બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને યૂપી પોલીસે કસ્ટડીમાં લઈ લીધા.

રાહુલ ગાંધી બોલ્યા કંઈ મોટી વાત નથી
જો કે ધક્કામુક્કી વાળી વાત પર રાહુલ ગાંધીએ કહ્યું કે થોડો ધક્કો લાગી ગયો કોઈ મોટી વાત નથી પરંતુ હું હાથરસના પીડિત પરિવારને મળવા જઈ રહ્યો છું, આ લોકો મને રોકી નહિ શકે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, દુખના સમયમાં તમને એકલા ના છોડી શકાય, યૂપીમાં જંગલરાજનું આ આલમ છે કે શોકમાં ડૂબેલા પરિવારને મળવું પણ સરકારને ડરાવી ડે છે, આટલા ના ડરો મુખ્યમંત્રી મહોદય.

રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાને પોલીસ સ્ટેશને લઈ જવાયા
જણાવી દઈએ કે આજે નોઈડા પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો છે, જો કે તે બાદ પોલીસ રાહુલ- પ્રિયંકાને જીપમાં બેસાડીને લઈ ગઈ, બંને નેતાઓને જેવર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા. કોંગ્રેસ તરફતી એક વીડિયો પણ ટ્વીટ કરવામાં આવ્યો, જેમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ કાર્યકર્તાઓને કેવી રીતે પોલીસ રોકકી રહી છે.

આવી ઘટનાઓથી ગુસ્સો આવે છે
આ દરમ્યાન પ્રિયંકા ગાંધીએ યૂપી સરકાર પર ભારે નિશાન સાધ્યું અને કહ્યું કે આવી ઘટનાઓ પર ગુસ્સો વધે છે, મારી પણ 18 વર્ષની દીકરી છે, દરેક મહિલાને ગુસ્સો આવે છે, મારી પણ 18 વર્ષની દીકરી છે, દરેક મહિલાને ગુસ્સો આવવો જોઈએ, આપણા હિન્દુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે અંતિમ સંસ્કાર પરિવાર વિના થાય.
|
અન્યાય પર અન્યાય થઈ રહ્યો છે
પ્રિયંકા ગાંધીએ વીડિયો ટ્વીટ કર્યું, "હાથરસની દીકરીના પિતાનું નિવેદન સાંભલો. તેમને જબરદસ્તી લઈ જવામાં આવ્યા. સીએમથી વીસીના નામે બસ દબાણ નાખવામાં આવ્યું. તેઓ તપાસની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. હાલ આખા પરિવારને નજરબંધ રાખવામાં આવ્યો છે. વાત કરવાની મનાઈ છે. શું સરકાર તેમને ધમકાવીને ચૂપ કરાવવા માંગે છે? અન્યાય પર અન્યાય થઈ રહ્યો છે."

પીડિતાના મૃતદેહને લઈ ગામવાળાઓનો હંગામો
જણાવી દઈએ કે મંગળવારે ગેંગરેપ પીડિતાનો મૃતદેહ મોડી રાતે દિલ્હીથી હાથરસ પહોંચ્યો હતો, જ્યાં પીડિતાના દેહને લઈ ગામવાળાઓએ ભારે હંગામો કર્યો, ગામવાળા અડધી રાતે અંતિમ સંસ્કાર કરવા તૈયાર નહોતા, તેઓ ન્યાય માટે માંગ કરી રહ્યા હતા, જે બાદ પોલીસ અને ગામવાળા વચ્ચે બબાલ થી પરંતુ હંગામા વચ્ચે પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા અને હાલ ગામમાં પોલીસ કાફલો ગેઠવી દેવામાં આવ્યો છે.
|
શું છે સમગ્ર મામલો
જણાવી દઈએ કે 14 સપ્ટેમ્બરે સવારે પીડિત પોતાની મા અને ભાઈ સાતે પશુઓને ઘાંસ નાખવા માટે ખેતરે ગઈ હતી, થોડીવાર બાદ છોકરીનો બાઈ અને માં ઘાંસ કાપીને ઘરે ચાલ્યા આવ્યા આ દરમ્યાન પીડિતાને એકલી જોઈ ગામમાં જ રહેતા ચાર ઉચ્ચ જાતિના નરાધમોએ છોકરી પર ગેંગરેપ કર્યો, પીડિતાએ વિરોધ કરતાં તેની જીભ કાપી નાખી અને કરોડરજ્જૂ પણ તોડી નાખી હતી. ઘટનાને 9 દિવસ વીતી ગયા બાદ પીડિતા હોશમાં આવી અને પોતાની આપવીતી પરિજનોને જણાવી, જ્યારે પીડિતાનું તબીબી પરિક્ષણ થયું ત્યારે ગેંગરેપની પુષ્ટિ થઈ હતી, જે બાદ હાથરસ પોલીસે ચારેય આરોપીની અરેસ્ટ કરી લીધા હતા પરંતુ કાલે સવારે ઈલાજ દરમ્યાન પીડિતાએ જીવ ત્યાગી દીધો અને મંગળવારે મોડી રાતે પોલીસે જબરદસ્તી અંતિમ સંસ્કાર કરાવળાવી દીધા.