પ્રતિબંધ છતાં ગેરકાયદેસર રીતે ભારત પહોંચી રહ્યા છે ખતરનાક ચીની ફટાકડા
દિવાળી પહેલા ભારતમાં મોટી માત્રામાં ચીની ફટાકડા પહોંચી રહ્યા છે. પ્રતિબંધ છતાં ગેરકાયદેસર રીતે ચાઈનીઝ ફટાકડા બજારમાં પહોંચી રહ્યા છે. ચીની ફટાકડા માટે ભારતના ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલીજન્સ(ડીઆરઆઈ)એ જણાવ્યુ કે પ્રતિબંધ છતાં આ ખતરનાક ફટાકડાની મોટી ખેપ ભારતમાં આવી રહી છે.

ગેરકાયદેસર રીતે ભારત પહોંચી રહ્યા છે ચાઈનીઝ ફટાકડા
ભારત અને ચીન વચ્ચે થનાર વિદેશ વેપારમાં આવા ફટાકડા પર રોક લગાવવામાં આવી છે. રોક છતાં ચીનમાંથી ફટાકડા ભારતમાં આવી રહ્યા છે. ડીઆરઆઈએ ગેરકાયદેસર ફટાકડા માટે સરકાર અને એજન્સીઓને એલર્ટ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે ચાઈનીઝ ફટાકડા ભારતના વિસ્ફોટક પદાર્થ અધિનિયમ, 2008નુ ઉલ્લંઘન કરે છે. આનાથી જરૂર કરતા વધુ પ્રદૂષણ થાય છે.

ડીઆરઆઈએ જારી કરી ચેતવણી
આ ફટાકડા માટે ડીઆરઆઈએ કહ્યુ કે તેમણે ઘણી બધી એલર્ટ પહેલા પણ જાર કરી હતી. ડીઆરઆઈએ બધી સુરક્ષા અને તપાસ એજન્સીઓને ચીનથી આવતા ફટાકડાની તપાસ કરવા કહ્યુ છે. ડીઆઈઆઈ પોતાના પત્રમાં એ પણ કહ્યુ છે કે આ મામલો ખૂબ જ સંગીન છે. વળી, આ ફટાકડાની જપ્તી શરૂ કરી દેવામાં આવી છે. ડીઆરઆઈએ પોતાના પત્રમાં ગેરકાયદેસર સામાન માટે આયાત કરાયેલ સામાનની સારી રીતે તપાસ કરવાની વાત પણ કહેવામાં આવી છે.
આ પણ વાંચોઃ મીરાની ઉંમર વિશે શાહીદે કહ્યુ, મા બનતી વખતે પોતે જ પોતાના બાળપણમાંથી નીકળી રહી હતી

ખતરનાક છે ચાઈનીઝ ફટાકડા
માહિતી મુજબ ચીની ફટાકડા માત્ર પર્યાવરણ માટે ખતરનાક છે એટલુ જ નહિ પરંતુ આ ફટાકડા ભારતના વિસ્ફોટક નિયમ, 2008ની પણ વિરુદ્ધ છે કારણકે આમાં રેડ લેડ, કૉપર ઑક્સાઈડ અને લિથિયમ જેવા પ્રતિબંધિત રસાયણ હોય છે. વળી, બીજી તરફ ચીની ડીલર્સ પોતાના વાર્ષિક ફાઈનાન્સિયલ ટાર્ગેટને પૂરો કરવા માટે ફટાકડા ભારત મોકલી રહ્યા છે.