હાઇકોર્ટની કેદીઓને અજબની રાહત, માણી શકશે જેલમાં સેક્સ!
નવી દિલ્હી, 7 જાન્યુઆરી: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય હેઠળ જેલમાં બંદ કેદીને પોતાની પત્ની અથવા પતિની સાથે શારીરિક સંબંધ બનાવવા અને બાળકો પેદા કરવાની અનુમતિ આપી દીધી છે. આ રસપ્રદ ચૂકાદા પર કોર્ટનું કહેવું છે કે કોઇ પણ કેદીને સેક્સ માણવાનો અધિકાર, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર હેઠળ આવે છે. કોર્ટે આ નિર્ણય મંગળવારે સંભળાવ્યો અને જણાવ્યું કે આ નિર્ણયની ગેરંટી સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવી છે.
અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર જસવીર સિંહ અને સોનિયા તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે આ આદેશ આપ્યો.
અરજીમાં જસબીરે જણાવ્યું હતું કે તે પોતાના પરિવારનો એક માત્ર પુત્ર છે અને પોતાનો વંશ આગળ વધારવા માગે છે. તેના અનુસાર સોનિયાની સાથે લગ્નના માત્ર આઠ મહિનામાં જ સજા થઇ ગઇ. બંને ઇચ્છે છે કે જેલ પ્રશાસન તેમને સાથે રહેવાનો બંદોબસ્ત કરી આપે. અરજીકર્તા અનુસાર તેઓ માત્ર પોતાની શારીરિક ઇચ્છાઓની પૂર્તિ માટે જ સાથે રહેવા નથી માંગતા.
અત્રે નોંધનીય છે કે ઘણા દેશોમાં કેદીઓને શારીરિક સંબંધ માટે જેલથી બહાર જવા અથવા કૃત્રિમ ગર્ભાધાનનો અધિકાર મળી ચૂક્યો છે. ભારતમાં તેની પરવાનગી નથી.