• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હાઇકોર્ટની કેદીઓને અજબની રાહત, માણી શકશે જેલમાં સેક્સ!

|

નવી દિલ્હી, 7 જાન્યુઆરી: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય હેઠળ જેલમાં બંદ કેદીને પોતાની પત્ની અથવા પતિની સાથે શારીરિક સંબંધ બનાવવા અને બાળકો પેદા કરવાની અનુમતિ આપી દીધી છે. આ રસપ્રદ ચૂકાદા પર કોર્ટનું કહેવું છે કે કોઇ પણ કેદીને સેક્સ માણવાનો અધિકાર, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર હેઠળ આવે છે. કોર્ટે આ નિર્ણય મંગળવારે સંભળાવ્યો અને જણાવ્યું કે આ નિર્ણયની ગેરંટી સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ આપવામાં આવી છે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત સમાચાર અનુસાર જસવીર સિંહ અને સોનિયા તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા હાઇકોર્ટના જસ્ટિસ સૂર્યકાંતે આ આદેશ આપ્યો.

prisoner
અત્રે નોંધનીય છે કે જસવીર અને સોનિયા પટિયાલાના સેંટ્રલ જેલમાં કેદી છે. ટ્રાયલ કોર્ટે બંનેને 16 વર્ષના એક બાળકના અપહરણ અને હત્યાના મામલામાં મોતની સજા સંભળાવી છે. હાલમાં જ બંનેએ હાઇકોર્ટ સામે અરજી દાખલ કરી હતી કે સાથે રહીને બાળક પેદા કરવા માંગે છે.

અરજીમાં જસબીરે જણાવ્યું હતું કે તે પોતાના પરિવારનો એક માત્ર પુત્ર છે અને પોતાનો વંશ આગળ વધારવા માગે છે. તેના અનુસાર સોનિયાની સાથે લગ્નના માત્ર આઠ મહિનામાં જ સજા થઇ ગઇ. બંને ઇચ્છે છે કે જેલ પ્રશાસન તેમને સાથે રહેવાનો બંદોબસ્ત કરી આપે. અરજીકર્તા અનુસાર તેઓ માત્ર પોતાની શારીરિક ઇચ્છાઓની પૂર્તિ માટે જ સાથે રહેવા નથી માંગતા.

અત્રે નોંધનીય છે કે ઘણા દેશોમાં કેદીઓને શારીરિક સંબંધ માટે જેલથી બહાર જવા અથવા કૃત્રિમ ગર્ભાધાનનો અધિકાર મળી ચૂક્યો છે. ભારતમાં તેની પરવાનગી નથી.

lok-sabha-home

English summary
In a historic verdict, the Punjab and Haryana high court has allowed jail inmates to have sex with their partners as long as they are married and want to have a child.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more