For Quick Alerts
For Daily Alerts
રોબર્ટ વાઢેરા પરના આરોપોની તપાસ માટેની અરજી ખારીજ
લખનઉ, 7 માર્ચઃ અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયની લખનઉ પીઠે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા વિરુદ્દ અરવિંદ કેજરીવાલ દ્વારા લગાવવામાં આવેાલ આરોપોની તપાસ માટે દાખલ યાચીકાને ખારીજ કરી દેવામાં આવી છે.
ન્યાયમૂર્તિ ઉમાનાથ સિંહ તથા ન્યાયમૂર્તિ વિરેન્દ્ર કુમાર દીક્ષિતની ખંડપીઠે સ્થાનિક સામાજિક કાર્યકર્તા નૂતન ઠાકુરની યાચિકા પર ગત 29 નવેમ્બરે સુનાવણી પૂર્ણ કરી. ન્યાયાધીશોએ યાચિકા ખારીજ કરતા કહ્યું કે એ વિચારાયોગ્ય નથી.
નુતન ઠાકુરે ગત વર્ષે ઓક્ટોબરમાં દાખલ કરેલી યાચીકામાં કહ્યું હતું કે વાઢેરા વિરુદ્ધ અરવિંદ કેજરીવાલના આરોપોની તપાસ કરાવવાના સંબંધમાં તેમણે પ્રધાનમંત્રી કાર્યાલયે નવ ઓક્ટોબરે પ્રત્યાવેદન મોકલ્યું હતું. જે હેઠળ પ્રધાનમંત્રી કાર્યાલયને આરોપોની તપાસ કરાવવાના નિર્દેશ આપવાનો આગ્રહ અદાલતને કર્યો હતો.
કેન્દ્ર સરકાર તરફથી સોલીસિટર જનરલ મોહન પારાશરણે દલીલ કરી હતી કે આ યાચીકા ખારીજ યોગ્ય છે, કારણ કે આ માત્ર મીડિયાના અહેવાલના આધારે છે. જ્યારે યાચિકા સંબંધી તથ્યોને સાબિત કરવામાં ના આવે, ત્યાં સુધી તેને સાચા માની શકાય નહીં.