• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જયાપ્રદાની અરજી પર આજમ ખાનને મળી નોટિસ

|
Google Oneindia Gujarati News
રામપૂર, 24 મે : આખરે સાંસદ જયાપ્રદાની મહેનત રંગ લાવી અને તેમની અરજી પર સુનવણી કરતા હાઇકોર્ટે સપા મંત્રી આઝમખાનને નોટિસ જારી કરી છે. આઝમ ખાનને આ નોટિસ સાંસદ જયાપ્રદાની લાલ બત્તી લાગેલી કાર ચલાવવાના સંદર્ભમાં આપવામાં આવી છે. આ મામલામાં હાઇકોર્ટે આઝમ ખાન ઉપરાંત પ્રમુખ સચિવ પરિવહન, પ્રમુખ સચિવ ગૃહ, એઆરટીઓ રામપૂર તથા પોલીસ સ્ટેશન પ્રભારી સિવિલ લાઇન્સ રામપૂરને પણ નોટિસ જારી કરી છે. બધા જ લોકોને 8 જુલાઇ સુધી પોતાનો પક્ષ કોર્ટમાં રજૂ કરવો પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં રામપૂર પ્રવાસ પર આવેલી જયાપ્રદાની કારની આરટીઓ કૌશલેન્દ્ર સિંહે લાલ બત્તી ઉતારી દીધી અને કારનું ચલણ કાપ્યું હતું. જયાએ આ મામલાની તપાસ માટે દિલ્હી ગેંગરેપ બાદ બનેલા મહિલા સુરક્ષા કાનૂન અંતર્ગત મહિલા પંચ, ઇલાહાબાદ હાઇ કોર્ટ, લોકસભા અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ સમક્ષ આ અંગે અરજી મોકલીને તપાસ માટે માંગણી કરી હતી.

જયાપ્રદાએ આઝમ ખાન પર આરોપ લગાવ્યો હતો કે આ બધું તેમના ઇશારા પર જ કરવામાં આવ્યું હતું માટે તેમની સામે પહેલા એક્શન લેવામાં આવે. એટલું જ નહીં જયાપ્રદાના બધા આરોપોને સાચા ઠેરવતા સપા માટે ગઇકાલ સાબિત થઇ ચૂકેલા નેતા અમર સિંહએ પણ કહ્યું હતું કે જે કંઇપણ થયું આઝમ ખાનના કહેવા પર થયું.

સાથે સાથે અમર સિંહે એ પણ કહ્યું કે હતું કે 'શું કે અખિલેશ યાદવે કુંડાના ડીએસપી ઝિયાઉલ હકની હત્યામાં શંકાના આધારે રધુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયા અને કેબિનેટ મંત્રી રાજારામ પાંડેય દ્વારા સુલ્તાનપૂરના ડીએમ કે. ધનલક્ષ્મી તથા ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અને માધુરી દીક્ષિત પર અશોભનીય ટિપ્પણી કરનાર મંત્રીને સસ્પેન્ડ કરી દીધા હતા, તેઓ જયા સાથે અભદ્રતા કરાવનાર અધિકારી અને મંત્રી આઝમ ખાનની વિરુદ્ધ કાર્યવાહી કરશે?'

English summary
HC notice to Azam on removal of beacon from Jaya Prada's vehicle..
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X