• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સલમાન ખુર્શીદના ટ્રસ્ટને હાઇકોર્ટની નોટીસ

By Super
|

નવીદિલ્હી, 2 ફેબ્રુઆરીઃ એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન બાદ ફંડની હેરાફેરીના આરોપમાં ફસાયેલા કેન્દ્રીયમંત્રી સલમાન ખુર્શીદના ટ્રસ્ટને વધુ એક ફટકો પહોંચ્યો છે. અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા સલમાન ખુર્શીદના ટ્રસ્ટને નોટીસ ફટકારવામાં આવી છે અને આ કેસ મુદ્દે આગામી 20 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ નોટીસ સલમાન ખુર્શીદ અને તેમના પત્ની લુઇસના ટ્રસ્ટ ડો ઝાકિર હુસેન મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી હેરાફેરીના આરોપ સાથે કરવામાં આવેલી પીઆઇએલ અને એફઆઇઆર બાદ ફટકારવામાં આવી છે.

નોંધનીય છે કે, એક ન્યૂઝ ચેનલ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગમાં કેન્દ્રીયમંત્રી સલમાન ખુર્શીદના ટ્રસ્ટ દ્વારા વિક્લાંગોના ફંડના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ઝાકીર હુસૈન મેમોરિયલ ટ્રસ્ટ નામના ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન રાજધાની દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં ખુર્શીદના નિવાસસ્થાનના નામે છે અને તેમના પત્ની લુઇસ ખુર્શીદ તેના ચીફ પ્રોજેક્ટ ડિરેક્ટર છે. આ ટ્રસ્ટ એનજીઓ તરીકે રજીસ્ટ્રર્ડ છે અને જે વિવિધ મંત્રાલયમાંથી ફંડ એકત્ર કરે છે.

ચેનલે જણાવ્યા પ્રમાણે વિક્લાંગ લોકોની સહાયતા માટે વ્હીલ ચેર અને સાંભળવાની મશીન સહિતના અન્ય સાધનો ખરીદવા માટે ખોટા સહી-સિક્કા અને સ્ટેમ્પ પેપર તૈયાર કરવામાં આવ્યાં. જેના આધારે આ સાધનોની ખરીદી કરવામાં આવી છે તે દર્શાવવામાં તો આવ્યું પરંતુ ખરા અર્થ આવા ઉપકરણો ક્યારેય ખરીદવામાં આવ્યાં નહોતા. આ ટ્રસ્ટના માધ્યમથી યુપીના 17 જિલ્લાઓમાં વિક્લાંગ કલ્યાણ શિબિર યોજવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાઓના વિક્લાંગોને ટ્રાઇસિકલ અને સાંભળવાની મશીન સહિતના સાધનો આપવામાં આવ્યા હતા. આ દાવાઓ સામે ફર્રુખાબાદ, મૈનપુરી, ઇટાવા અને બુલંદશહેર સહિતના 13 જિલ્લાના કલ્યાણ અધિકારીઓ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં છે.

English summary
The Lucknow bench of Allahabad High Court today issued notice to Dr Zakir Hussain Memorial Trust, run by Union Minister Salman Khurshid and his wife Louis, on a PIL seeking direction for lodging of an FIR and also monitoring by the court in the case relating to the Trust.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X