રાજસ્થાન રાજકીય સંકટઃ પાયલટ જૂથને હાઈકોર્ટમાંથી મોટી રાહત, સ્પીકરની નોટિસ પર લાગ્યો સ્ટે
રાજસ્થાન હાઈકોર્ટમાં સચિન પાયલટ અને વિદ્રોહી ધારાસભ્યોની અરજી પર સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન પાયલટ જૂથને બે મોટી રાહત મળી છે. પહેલા કેસમાં હાઈકોર્ટે પાયલટની માંગ માનીને કેન્દ્ર સરકારને આ કેસમાં પાર્ટી બનાવી છે જ્યારે બીજા કેસમાં સ્પીકરની નોટિસ પર સ્ટે લગાવી દીધો છે. હવે સ્પીકર પાયલટ જૂથ પર કાર્યવાહી નહિ કરી શકે. આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટમાંથી પાયલટ જૂથને રાહત મળી હતી. એ દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધો હતો. સાથે જ સ્પીકર સીપી જોશીની અરજી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
પહેલા શું હતો હાઈકોર્ટનો આદેશ?
વાસ્તવમાં એસઓજીની નોટિસ મળ્યા બાદથી પાયલટ અને 18 ધારાસભ્યો હરિયાણાની એક હોટલમાં રોકાયા છે. આ દરમિયાન કોંગ્રેસે વ્હિપ જારી કર્યુ પરંતુ વિદ્રોહી ધારાસભ્ય મીટિંગમાં ન પહોંચ્યા. ત્યારબાદ મુખ્ય વ્હિપ સ્પીકરે વિદ્રોહી ધારાસભ્યોનુ સભ્યપદ રદ કરવાની અરજી કરી દીધી. આના પર સ્પીકર સીપી જોશી નિર્ણય લેવાના જ હતા કે પાયલટ જૂથ હાઈકોર્ટ પહોંચી ગયુ. જેના પર હાઈકોર્ટે સ્પીકરની કાર્યવાહી પર 24 જુલાઈ સુધી માટે રોક લગાવી દીધી હતી.
શું કહ્યુ સુપ્રીમ કોર્ટે?
હાઈકોર્ટના ચુકાદા સામે સ્પીકર સીપી જોશી સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા જેના પર ગુરુવારે સુનાવણી થઈ.ગુરુવારે સુનાવણી દરમિયાન જસ્ટીસ અરુણ મિશ્રાએ પૂછ્યુ કે છેવટે કયા આધારે સ્પીકર ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાના હતા. આના પર સિબ્બલે કહ્યુ કે પાયલટ જૂથ સતત ગહેલોત સરકારને પાડવાનુ ષડયંત્ર રચી રહ્યુ છે. ના તેમના ફોન મળી રહ્યા અને ના તો પાર્ટી નેતાઓ સાથે વાત કરી રહ્યા. સિબ્બલની દલીલ પર જસ્ટીસ મિશ્રાએ કહ્યુ કે જો કોઈ ધારાસભ્ય પાર્ટી મીટિંગમાં ન આવે તો શું તેને અયોગ્ય માની લેવામાં આવશે. જસ્ટીસ મિશ્રાના જણાવ્યા મુજબ ધારાસભ્ય જનતાના પ્રતિનિધિ છે. લોકતંત્રમાં અસંતોષના અવાજને આ રીતે બંધ કરવો યોગ્ય નથી. પાર્ટીમાં રહીને ધારાસભ્ય અયોગ્ય ન હોઈ શકે. જો આવુ થયુ તો આ એક ચલણ બની જશે અને કોઈ અવાજ નહિ ઉઠાવે.
સચિન પાયલટ બની શકે છે મુખ્યમંત્રીઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષનુ મોટુ નિવેદન