For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુંભમાં સ્નાન કરતી મહિલાઓની ફોટોગ્રાફી પર હાઇકોર્ટે રોક લગાવી

કુંભમાં સ્નાન કરી રહેલી મહિલાઓની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર હાઇકોર્ટ નારાજ છે. તેમને સ્નાન ઘાટો પર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દીધો છે.

|
Google Oneindia Gujarati News

કુંભમાં સ્નાન કરી રહેલી મહિલાઓની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર હાઇકોર્ટ નારાજ છે. તેમને સ્નાન ઘાટો પર ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દીધો છે. હાઇકોર્ટે સ્નાન કરતી મહિલાઓની ફોટો પ્રિન્ટ મીડિયામાં નહીં છાપવાનો આદેશ આપ્યો છે. તેની સાથે સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા પર પણ સ્નાન કરતી મહિલાઓની વીડિયો ફૂટેજ પર પ્રતિબંધ લગાવ્યો છે. હાઇકોર્ટે ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધનું સખત રીતે પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશનું પાલન નહીં કરવા પર નિયમ અનુસાર તેમના પર સખત કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: અનોખી બેન્ક, જ્યાં ચાલે છે માત્ર ભગવાન રામનું ચલણ, એક લાખથી વધુ એકાઉન્ટ ધારકો

હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી

હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી

હાલમાં કુંભનો મહાપર્વ ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે અને કુંભ વિસ્તારના તમામ 40 કરતાં વધુ સ્નાન ઘાટ પર સ્નાન કરતા લોકોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ક્રમ ચરમસીમા પર છે. આ પ્રક્રિયા પર પ્રતિબંધ લગાવવા માટે અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતા હાઇકોર્ટે સંગમ સ્નાન દરમિયાન ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવ્યો છે.

પહેલાથી પ્રતિબંધ હતો

પહેલાથી પ્રતિબંધ હતો

અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન, હાઇકોર્ટને જાણ કરવામાં આવી હતી કે ઉત્તર પ્રદેશ ફેર ઓથોરિટી એક્ટમાં, ઘાટ પર ફોટોગ્રાફ પણ પ્રતિબંધિત હતો. જ્યારે અલ્હાબાદ હાઇકોર્ટે પૂર્વમાં ઘાટથી 100 મીટરના વિસ્તારમાં ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, કોર્ટના હુકમો અને ઉચિત ઓથોરિટી નિયમો કડક અસર સાથે અમલ કરવામાં આવ્યો ના હતો. જેને કારણે કુંભ મેળામાં સ્નાન કરતી મહિલાના ફોટો પ્રિન્ટ મીડિયામાં છાપવા લાગ્યા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં વીડિયો પરોસવામાં આવ્યા. આના પર, કેટલાક સામાજિક સંગઠનોએ તેમની નિરાશા વ્યક્ત કરી અને અલ્હાબાદ હાઇકોર્ટમાં સ્નાન ઘાટ પર ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફી પર પ્રતિબંધ માંગવાની અરજી દાખલ કરી.

સખત રીતે નિયમનું પાલન કરવાનો આદેશ

સખત રીતે નિયમનું પાલન કરવાનો આદેશ

જસ્ટિસ પીકેએસ બધેલ અને જસ્ટિસ પંકજ ભાટિયા બેન્ચ ફેર ઓથોરિટી અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પ્રતિબંધ અરજી પર રાજ્ય સરકાર બંને જવાબ આપવા માટે સમન્સ કરવામાં આવી છે. ઉપરાંત, 5 મી એપ્રિલે આ કેસ અંગે જવાબ ફાઇલ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ અરજી પરની આગામી સુનાવણી 5 એપ્રિલે થશે. અદાલતે મીડિયાને સૂચના આપી છે કે સ્નાન ઘાટની ફોટોગ્રાફીની વિડિઓગ્રાફીની પ્રતિબંધને સખત પાલન કરવામાં આવે.

English summary
HC order to ban photo and videography at kumbh mela snan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X