• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

UPPSC ઇન્ટર્વ્યૂ પર 10 દિવસ સુધી પ્રતિબંધ

|
Google Oneindia Gujarati News

લખનઉ, 22 જુલાઇ : ઇલાહાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ લોકસેવા પંચની પરીક્ષાઓમાં નવી અનામત નિયમ પર આજે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે આ અંગેના નિર્ણયને 10 દિવસ માટે ટાળી દેવામાં આવી છે. કોર્ટે ઇન્ટર્વ્યૂ પર પ્રતિબંધ લાદી દીધો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંક દિવસો સુધી આ મુદ્દા પર ઇલાહાબાદમાં વિદ્યાર્થીઓએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. આજે કોઇપણ પ્રકારના હોબાળાને ટાળવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

હાઇકોર્ટમાં ઉત્તરપ્રદેશ લોકસેવા પંચમાં પછાત જાતિઓને ઘણા તબક્કામાં અનામત આપવાના મામલે આજે સુનવણી થઇ. સુરક્ષાની દ્રષ્ટીએ ઇલાહાબાદ યુનિવર્સિટી અને ઉત્તર પ્રદેશ લોકસેવા પંચના કાર્યાલયની આસપાસના વિસ્તારોની બેરિકેડિંગ કરી દેવામાં આવી હતી.

યુપીપીએસસીમાં આરક્ષણના નવા નિયમોને લઇને વિદ્યાર્થીઓ નારાજ છે. નવા નિયમો અનુસાર પંચની પરીક્ષાઓમાં અનામત વર્ગના વિદ્યાર્થીઓને ત્રણેય સ્તર એટલે કે પ્રારંભિક, મુખ્ય અને સાક્ષાત્કારમાં અનામત આપવામાં આવશે.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો આરોપ હતો કે નવા નિયમોના કારણે પંચની પરીક્ષાઓમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓની બેઠક ઓછી થઇ જશે. રવિવારે વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્થનમાં કેન્ડલ માર્ચ પણ કાઢી હતી.

English summary
The Allahabad High Court today reserved its order on the controversial reservation policy introduced recently in Uttar Pradesh whereby caste-based quotas were introduced at the preliminary stage itself, leading to violent protests in the city over the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X