For Daily Alerts
દુર્ગાના સસ્પેન્સન પર ઇલાહાબાદ HCએ યુપી-કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
ઇલાબાદ, 2 ઑગસ્ટ: ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરની એસડીએમ દુર્ગા શક્તિ નાગપાલને સસ્પેન્ડ કરવાના મુદ્દે ઇલાહાબાદ હાઇકોર્ટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સરકાર પાસે જવાબ માંગ્યો છે. ઇલાહાબાદ હાઇકોર્ટની લખનઉ બેન્ચે શુક્રવારે સસ્પેન્ડેડ એસડીએમ દુર્ગા શક્તિ નાગપાલને લઇને કેન્દ્ર અને યુપી સરકારને નોટિસ ફટકારી છે. ઇલાહાબાદ હાઇકોર્ટે 19 ઑગસ્ટ સુધી આ મામલા પર જવાબ આપવાનો આદેશ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માફિયાઓની સામે અભિયાન ચલાવવાના કારણે એસડીએમ દુર્ગા શક્તિ નાગપાલને અખિલેશ સરકારે શનિવારે રાત્રે તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
યુવા આઇએએસ અધિકારી દુર્ગા શક્તિ નાગપાલના સસ્પેન્સન ઓર્ડર પર વિરોધથી ઘેરાઇ રહેલી યુપીની અખિલેશ સરકારની રાજકિય ક્ષેત્રે ખૂબ જ મોટાપાયે ટિકા થઇ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી અખિલેશે દુર્ગાના સસ્પેન્સનને યોગ્ય ગણાવ્યું છે પરંતુ આ મામલામાં યુપી સરકારની પણ ભારે નિંદા થઇ રહી છે.
સસ્પેન્સનને લઇને એવું કહેવામાં આવ્યું હતું કે ખનન માફિયા બોલીના દબાણમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ સરકારનું કહેવું છે કે તેમની સામે આ કાર્યવાહી એક ધાર્મિક સ્થળની દિવાર તોડી પાડવાના આદેશ આપવાના કારણે કરવામાં આવી છે.