• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પત્નીની નિર્વસ્ત્ર પેઇન્ટિંગ બનાવનાર પર કેસ ચાલશે

By Kumar Dushyant
|
court-judgement
મુંબઇ, 19 મે: કોઇપણ નિર્વસ્ત્ર પેઇન્ટિંગ બનાવનારને પ્રથમ દ્રષ્ટિએ ગુનો ગણતાં મુંબઇ હાઇકોર્ટે એક કલાકાર વિરૂદ્ધ કેસ દાખલ કરવાની મનાઇ કરી દિધી છે. આ કલાકારે પોતાની છુટાછેડા લીધેલ પત્નીની નિર્વસ્ત્ર તથા આપત્તિજનક ચિત્ર બનાવ્યું હતું.

આ કપલે 1998માં લગ્ન કર્યા હતા અને સંયુક્તરૂપથી એક ફ્લેટ ખરીદયો હતો. હવે એક પરિવાર કોર્ટમાં તેમના વચ્ચે છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે જેના કારણે બંને સાંતાક્રુઝ ઉપનગરમાં જુહૂ તારા રોડ પર સ્થિત પોતાના સંયુક્ત ફ્લેટ 'મિત્તલ ઓશન વ્યૂ'માં અલગ-અલગ રૂમમાં રહી રહ્યાં છે.

પત્નીએ પોતાના કલાકાર પતિ ચિંતન ઉપાધ્યાય પર આપત્તિજનક ચિત્ર બનાવવા માટે 'મહિલાઓના આપત્તિજનક ચિત્રણ (નિરોધક) કાનૂન' (ઇન્ડિસેન્ટ રિપ્રેજેન્ટેશન ઓફ વૂમન પ્રોહિબ્રિશન એક્ટ) હેઠળ આરોપ લગાવ્યો છે. તેની ફરિયાદ પર બ્રાંદ્રા મેજિસ્ટ્રેટે આઠ જાન્યુઆરીના રોજ ઉપાધ્યાય વિરૂદ્ધ પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો જેને ઉપાધ્યાયે હાઇકોર્ટમાં પડકાર્યો છે.

હાઇકોર્ટ ઉપાધ્યાયના તર્ક સાથે સહમત થઇ નથી કે ફરિયાદની પ્રકૃતિ એવી નથી જેનાથી તેનુ કામ ભારતીય દંડ સંહિતા અથવા મહિલાઓનું આપત્તિજનક ચિત્રણ (નિરોધક) કાનૂનના પ્રાવધાનોનું ઉલ્લંઘનના દાયરામાં આવે અથવા તેના વિરૂદ્ધ કાયદાનું ઉલ્લંઘનના આરોપમં કાર્યવાહી ચાલુ છે.

ન્યાયમૂર્તિ એસ સી ધર્માધિકારીએ કહ્યું આ આધારે જ ફરિયાદને નજરઅંદાજ કરી ના શકાય કલાકારનું કામ એક ક્ષેત્ર અથવા એક નિજી વિસ્તાર સુધી સિમીત છે અને તેનાથી બહાર જવું ન જોઇએ. તેમને કહ્યું હતું કે મકાન કે રૂમ સંપૂર્ણ રીતે બે ભાગમાં વહેંચાય નથી અને તે તેની પત્ની અલગ-અલગ રૂમમાં રહે છે. માટે એમ કહી ના શકાય કે અરજદાર પાસે પોતાના રૂમમાં પેટિંગ કરવાનો અધિકાર છે.

ન્યાયમૂર્તિ ધર્માધિકારે ચિત્રકારની અરજીને નકારી કાઢતાં એમ પણ કહ્યું છે કે આરોપો સ્પષ્ટ છે કે રૂમમાં નોકર-નોકરાણી અને ડ્રાઇવર આવે છે અને તે પણ પેંટિંગ જોઇ શકે છે.

જો કે તેમને સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દે પ્રક્રિયા શરૂ કરવા માટે આપવામાં આવેલી વ્યવસ્થા પ્રથમ દ્રષ્ટયા છે અને તે ચૂકાદો સભળાવતાં નિચલી કોર્ટ પર કોઇ પ્રભાવ પડતો નથી.

English summary
Observing that painting nude images prima facie amounted to an offence, the Bombay High Court has refused to quash a criminal complaint against an artist who painted nude and derogatory pictures of his estranged wife in his bedroom.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more