For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુમારસ્વામીના શપથગ્રહણમાં આ રીતે મળ્યા વિપક્ષના નેતા, જુઓ તસવીરો

બેંગલુરુમાં આજે એચડી કુમારસ્વામીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા. એચડી કુમારસ્વામી સાથે કોંગ્રેસ નેતા જી. પરમેશ્વરાએ ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુમાં આજે એચડી કુમારસ્વામીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા. એચડી કુમારસ્વામી સાથે કોંગ્રેસ નેતા જી. પરમેશ્વરાએ ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા. કાર્યક્રમમાં કુમારસ્વામીના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા શરૂઆતથી જ હાજર હતા. વળી, વિપક્ષના લગભગ બધા નેતા એકસાથે મંચ પર હાજર હતા. કુમારસ્વામીના શપથગ્રહણને વિપક્ષની તાકાત બતાવવા માટેના મંચ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

shapath

સમારંભમાં યુપીએની ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, મલ્લિકાર્જૂન ખડગે, હેમંત શોરેન, ડીએમકેના કનિમોઝી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આરજેડી નેતા તેજસ્વી યાદવ, બસપા સુપ્રિમો માયાવતી અને સતીષ મિશ્રા પણ પહોંચ્યા. રાષ્ટ્રીય લોકદળના અજીત સિંહ, એનસીપીના શરદ પવાર, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુ, કેરળના સીએમ પી વિજયનન, શરદ યાદવ અને સીતારામ યેચુરી સહિત વિપક્ષના ઘણા નેતા શામેલ થયા.

shapath

આ દરમિયાન સોનિયા અને માયાવતી મંચ પર જ્યારે સામસામે મળ્યા ત્યારે બંને ખૂબ જ આત્મીયતાથી મળ્યા. સોનિયા ગાંધી મંચ પર જ માયાવતીને ગળે મળ્યા. બંનેએ ઘણી વાર સુધી એકબીજાનો હરાથ પકડી રાખ્યો અને હસીહસીને વાત કરતા રહ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી પણ બાજુમાં ઉભા રહ્યા અને વચ્ચે વચ્ચે હસતા રહ્યા. તેજસ્વી યાદવ મંચ પર સોનિયા ગાંધી અને ઘણા સીનિયર નેતાઓના પગે લાગ્યા તો માયાવતી અને અખિલેશ યાદવ પણ ઘણી વાર સુધી સાથે રહ્યા. બધા નેતા એકબીજા સાથે વાતચીત કરતા દેખાયા. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ કુમારસ્વામી 25 મે ના રોજ વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરશે.

shapath
shapath
shapath
shapath
shapath
shapath
shapath
shapath
shapath
English summary
hd kumaraswamy swearing karnataka cm rahul gandhi akhilesh yadav and other opposition leader attend
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X