For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધી પીએમ પદ માટે નંબર એક ઉમેદવાર છેઃ એચડી કુમારસ્વામી

આગામી લોકસભા ચૂંટણી વિશે કુમારસ્વામીએ જણાવ્યુ કે કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે એટલે મારા હિસાબે રાહુલજી પ્રધાનમંત્રી પદ માટે મુખ્ય દાવેદાર છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમિયાન રોતા રોતા કહ્યુ હતુ કે તે ગઠબંધનની સરકારનું દર્દ જાણે છે. તે ખુશ નથી. કુમારસ્વામીના આ નિવેદન બાદ સવાલ ઉઠવા લાગ્યા હતા કે શું કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે બધુ બરાબર છે કે નહિ. પરંતુ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા તેમણે કહ્યુ કે આંસુઓનું કારણ કોંગ્રેસ નથી. એક વર્તમાનપત્રને આપેલા ઈન્ટરવ્યુમાં કુમારસ્વામીએ કહ્યુ કે આ સરકાર પાંચ વર્ષ માટે બની છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતે કહ્યુ છે કે અમે આ સરકારને પાંચ વર્ષ સુધી પોતાનું સમર્થન આપીશુ. જો કે કુમારસ્વામીએ એ સ્પષ્ટ કર્યુ છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ આ વાતથી ખુશ નથી અને આ વાત હું જાણુ છુ પરંતુ એનાથી આ સરકારને કોઈ ફરક પડશે નહિ.

કોંગ્રેસ મારાથી નારાજ નથી

કોંગ્રેસ મારાથી નારાજ નથી

કોંગ્રેસ પક્ષના કેટલાક નેતાઓની નારાજગી પર કુમારસ્વામીએ કહ્યુ કે એ પક્ષના કેટલાક નેતાઓ છે પક્ષ નહિ. પક્ષ મારાથી નારાજ નથી. કેટલાક નેતાઓ કે જે ચૂંટણીમાં હારી ગયા હતા તેમને લાગે છે કે હું કેવી રીતે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકુ. આના કારણે આ લોકો ઈચ્છે છે કે એકવાર ફરીથી પ્રદેશમાં ચૂંટણી થાય. પરંતુ કોંગ્રેસ પક્ષના વિચારો આમાં અલગ છે. કોંગ્રેસનું મોટુ નેતૃત્વ આ લોકોને નિયંત્રિત કરી રહ્યુ છે.

મીડિયા પર સાધ્યુ નિશાન

મીડિયા પર સાધ્યુ નિશાન

જે રીતે એક કાર્યક્રમ દરમિયાન કુમારસ્વામી રોવા લાગ્યા હતા તેના પર સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે હું કોંગ્રેસના કારણે દુઃખી નહોતો કે ના તો કોઈ વિપક્ષી દળના કારણે દુઃખી હતો. બધા મંત્રીઓ અને ધારસભ્યો મારી પાસે છે. હું મારા પક્ષના કાર્યકર્તાઓ સામે ભાવુક થઈ ગયો હતો કારણકે તે મારા પરિવારના સભ્યોની જેમ છે. જે રીતે મીડિયાનો ઘડો મારા પક્ષની વિરુદ્ધમા છે તેનાથી હું દુઃખી છુ. આ લોકો રોજ સવાર સાંજ મારી સરકારની વિરુદ્ધમાં ખોટી વાતો બતાવે છે. હું ઈચ્છુ છુ કે આ લોકો મારી સરકારની થોડી તો પ્રશંસા કરે.

રાહુલજી પીએમ બનશે

રાહુલજી પીએમ બનશે

આગામી લોકસભા ચૂંટણી વિશે કુમારસ્વામીએ જણાવ્યુ કે કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે એટલે મારા હિસાબે રાહુલજી પ્રધાનમંત્રી પદ માટે મુખ્ય દાવેદાર છે. માટે આપણે તેમને પીએમ બનાવવા માટે કર્ણાટકમાંથી ઓછામાં ઓછી 20-25 સીટો જરૂર લાવવી પડશે. આના માટે અમે મહેનત કરી રહ્યા છે. અમે કોંગ્રેસનું સમર્થન કરી રહ્યા છે અને અમે તેમની સાથે ઉભા રહીશુ. મને આશા છે કે તમામ વિપક્ષ એક થઈને આગામી ચૂંટણી લડશે અને રાહુલજી પ્રધાનમંત્રી બનશે.

English summary
HD Kumarswamy says Rahul Gandhi is number one PM candidate. He says we will stand by him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X