અભિનંદન જેવી મૂછોને કારણે બહાદુર હેડ કોન્સ્ટેબલ રતન લાલને મળી હતી નવી ઓળખ
નવી દિલ્હીઃ સોમવારે નોર્થ ઈસ્ટ દિલ્હીમાં નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમા થયેલ હિંસમાં હેડ કોન્સ્ટેબલ રતન લાલે પોતાનો જીવ ગુમાવી દીધો. દિલ્હી પોલીસના બહાદુર જવાન રતન લાલના સાથીઓને તેમના મોતથી બહુ દુખી છે. સાથી જવાનોને યાદ આવી રહ્યું છે કે કેવી રીતે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની જેમ મૂછો રાખવાના શોકીન રતન લાલ ક્યારેય પડકારોથી ડર્યા નહિ બલકે હંમેશા આગળ વધી પડકારો સ્વીકાર્યા. અભિનંદનની જેમ મૂછોને કારણે હેડ કોન્સ્ટેબલ રતન પોતાના સીનિયર્સમાં પણ ઘણા લોકપ્રિય હતા.

ઠીક એક વર્ષ બાદ 'શહીદ' રતન લાલ
પાછલા વર્ષે 27 ફેબ્રુઆરીએ વિંગ કમાંડર અભિનંદને પોતાના મિગ-21થી પાકિસ્તાન એરફોર્સના એફ-16 જેટને ઠાર કરી દીધું હતું. જે બાદ રતન લાલે બિલકુલ અભિનંદન જેવી જ મૂછો રાખી લીધી હતી. ઠીક એક વર્ષ બાદ 42 વર્ષના રતન લાલ, દિલ્હીમાં અસામાજીક તત્વોનો સામનો કરતાં શહીદ થઈ ગયા છે. વર્ષ 1998માં દિલ્હી પોલીસમાં ભરતી થનાર હેડ કોન્સ્ટેબલ રતન લાલે બહાદુરીથી નોર્થ ઈસ્ટ દિલ્હીમાં દંગાખોરો સાથે લડતાં લડતાં પોતાનો જીવ ગુમાવી દીધો છે. હાલમાં તેઓ ગોકુલપુરીમાં પોસ્ટેડ હતા. જે એસીપીને તેઓ રિપોર્ટ કરતા હતા, તેની હાલત પણ ઘણી ગંભીર છે. તેઓ પણ દંગાખોરોનો સામનો કરતાં ઘાયલ થઈ ગયા છે અને તેમના માથા પર ઈજા પહોંચી છે.

ડીસીપીને યાદ આવી રહ્યા છે પોતાના હેડ કોન્સ્ટેબલ લાલ
રતન લાલને એક આત્મવિશ્વાસી અને બહાદુર પોલીસ જવાન ગણાવવામાં આવતા હતા અને તેઓ ગોકુલપુરીમાં પાછલા કેટલાય વર્ષોથી ચલાવવામાં આવેલ રેડની પ્રક્રિયાની આગેવાની કરી ચૂક્યા હતા. તેમનું મજબૂત કદ કાઠીને કારણે તેમને હંમેશા પડકારજનક કામ સોંપવામાં આવતા હતાં અને હંમેશા આવા કામોમાં તેઓ ખરા ઉતરતા હતા. ગોકુલપુરીના એસીપી રહેલા બ્રિજેંદર યાદવ હવે ડીસીપી છે. આજ સુધી તેઓ આ વાત થી ભૂલ્યા કે કેવી વીરતા સાથે હેડ કોન્સ્ટેબલ રતન લાલ કેટલાક વર્ષ પહેલા સુધી તેમના દરેક મિશનમાં સાથે રહેતા હતા. ગોકુલપુરીના એસીપી યાદવને રતન લાલ દરરોજ રિપોર્ટ કરતા હતા. ડીસીપી યાદવને પણ પુરસ્કાર મળ્યા છે, તેમણે પોતાના પરફોર્મન્સ માટે હેડ કોન્સ્ટેબલ રતન લાલને શ્રેય આપ્યો છે.

બાળકોને ગામમાં હોળી મનાવવાનું વચન કરી ગયા
રાજસ્થાનના સીકરના એક મધ્યમ વર્ગીય પરિવારમાં રતન લાલનો જન્મ થયો હતો. તેઓ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. દિલ્હીમાં પોતાની પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતા હેડ કોન્સ્ટેબલ રતન લાલ બે દીકરી અને એક દીકરાના પિતા હતા. મોટી દીકરીની ઉંમર 12 અને નાની દીકરીની ઉંમર 11 વર્ષ છે. જ્યારે દીકરો હજી આઠ વર્ષનો જ છે. નોર્થ દિલ્હીના બુરાડીમાં તેમનું ઘર છે. તેમણે પોતાના બાળકોને વચન આપ્યું હતું કે આ વખતે હોળી પોતાના ગામ તિહાવાલીમાં મનાવશે. રતન લાલના પિતાનું દસ વર્ષ પહેલા દેહાંત થઈ ગયું હતું. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે સંબંધી પાસેથી તેમના મૃત્યુની જાણકારી મળી. તરત જ ઘરનું ટીવી સ્વિચ ઑફ કરી દેવામાં આવ્યું જેથી માને દીકરાના સમય પહેલા ચાલ્યા જવાના ખરાબ સમાચાર ના મળી શકે.

માતાને દીકરાના મોતની ખબર સંભળાવવામાં નથી આવ્યા
સંબંધીએ કહ્યું કે ઘરના લોકો કંઈક છૂપાવી રહ્યા હોવાનો તેમને આભાસ થઈ ગયો છે. ઘરે તેમને મળવા આવતા લોકોની ભીડ લાગવા લાગી છે. હેડ કોન્સ્ટેબલના મમ્મીને સોશિયલ મીડિયા વિશે કોઈ જાણકારી નથી માટે ઓનલાઈન ચાલી રહેલા સમાચારોથી તેઓ અજાણ હતા. ઈંગ્લિશ ડેલી ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાત કરતા કોન્સ્ટેબલ લાલના નાના ભાઈ દિનેશે જણાવ્યું કે તેમના ભાઈ સાચા દેશભક્ત હતા. યૂનિફોર્મ પહેરવો હંમેશાથી તેમનું સપનું હતું. તેમની ધૈર્ય ક્ષમતા પણ કમાલની હતી. તેઓ ક્યારેય કોઈ પર ગુસ્સે થયા હોય કે નારાજ થયા હોય તેવું ક્યારેય નથી જોયું. એક મહિના પહેલા જ્યારે એક સંબંધીનું નિધન થયું હતું ત્યારે તેઓ પોતાના ઘરે ગયા હતા.

આજે મેં મારો ભાઈ ગુમાવ્યો, કાલે બીજું કોઈ ગુમાવી શકે છે
ભાઈએ દિલ્હીના લોકોને અપીલ કરી છે કે તેઓ હિંસા ના કરે. દિનેશના શબ્દોમાં સાંભળીએ તો 'આજે મેં મારા ભાઈને ગુમાવી દીધો છે પરંતુ કાલે બીજું કોઈ પોતાનો ભાઈ ગુમાવી શકે છે.' હેડ કોન્સ્ટેબલ લાલના સાથીઓએ જણાવ્યું કે હેડ કોન્સ્ટેબલ તરીકે તેઓ હંમેશા પડાકરજનક અને મુશ્કેલ કાર્યો માટે આગળ આવતા હતા. વર્ષ 2013માં બે પછાત જાતિની મહિલાઓનો જ્યારે બળાત્કાર થયો તો હેડ કોન્સ્ટેબલ લાલે જ તેમના આરોપીઓને દબોચવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. લાલના ગામવાળા માંગ કરી રહ્યા છે કે તેમને સરકાર તરફથી શહીદનો દરજ્જો આપવામાં આવે. સાથે જ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. સરકાર સમક્ષ માંગ કરી કે ગામમા જે સરકારી સ્કૂલ છે, તેનું નામ લાલના નામ પર રાખવામાં આવે.
દિલ્હી હિંસાઃ પોલીસ પર ફાયરિંગ કરનાર શાહરુખ કસ્ટડીમાં- સૂત્ર