
Health Index: આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં કેરળે મેદાન માર્યુ, ગુજરાત 7માં સ્થાને રહ્યું!
નવી દિલ્હી : નીતિ આયોગે હેલ્થ ઈન્ડેક્સ જાહેર કર્યો છે. આમાં દક્ષિણના રાજ્યોની જીત થઈ છે જ્યારે ઉત્તરના રાજ્યોની હાલત ખરાબ છે. હેલ્થ ઈન્ડેક્સ અનુસાર, કેરળ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાના મામલે દેશમાં પ્રથમ ક્રમે છે. બીજા નંબરે તામિલનાડુ છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહાર છેલ્લા સ્થાને છે. ઉત્તર પ્રદેશ 19મા અને બિહાર 18મા નંબર પર છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો હેલ્થ ઈન્ડેક્સમાં ગુજરાતનો ક્રમ છઠ્ઠો છે. મોટી વાત એ કે આ વખતે ગુજરાતે એક સ્થાનનો સુધારો થયો છે અને સાતમાં સ્થાનેથી છઠ્ઠા સ્થાને આવ્યુ છે. આરોગ્ય સૂચકાંક માટે 2019-20 સંદર્ભ વર્ષ તરીકે લેવામાં આવ્યું છે. આ સતત ચોથો રાઉન્ડ છે જ્યારે કેરળ ટોચ પર છે. અગાઉ 2015-16, 2017-18 અને 2018-19માં પણ કેરળ પ્રથમ ક્રમે રહ્યું હતું.
બહેતર આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના સંદર્ભમાં મિઝોરમ નાના રાજ્યોમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ત્રિપુરા અને નાગાલેન્ડ બીજા સ્થાને બીજી તરફ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દાદરા નગર હવેલી નંબર વન અને ચંદીગઢ બીજા નંબરે છે. જોકે દિલ્હી 5માં નંબર પર છે. એકંદર પ્રદર્શનમાં દિલ્હીનો ક્રમ નીચો રહ્યો પરંતુ વધારાના પ્રદર્શનમાં દિલ્હીનો ક્રમ સુધર્યો છે.
નીતિ આયોગ અનુસાર, આરોગ્ય સૂચકાંક માટે સર્વેના 4 રાઉન્ડ કરવામાં આવ્યા હતા અને તે મુજબ સ્કોરિંગ કરવામાં આવ્યું હતું. ચારેય રાઉન્ડમાં કેરળ ટોચ પર છે. કેરળનો ઓવરઓલ સ્કોર 82.20 હતો. બીજી તરફ બીજા નંબર પર તમિલનાડુનો સ્કોર 72.42 હતો. આ ઇન્ડેક્સમાં ઉત્તર પ્રદેશનો સૌથી ઓછો સ્કોર 30.57 હતો. આ રિપોર્ટ અનુસાર રાજસ્થાન સૌથી ખરાબ પ્રદર્શન કરનાર રાજ્ય હતું. તે એકંદર કામગીરી અને વધારાની કામગીરી બંનેમાં નીચું સ્થાન ધરાવે છે. આરોગ્ય સૂચકાંક મુખ્યત્વે ત્રણ સૂચકાંકો પર તૈયાર કરવામાં આવે છે. પ્રથમ આરોગ્ય પરિણામ, બીજું શાસન અને માહિતી અને ત્રીજું મુખ્ય ઇનપુટ્સ અને પ્રક્રિયાનો સમાવેશ થાય છે.