For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર, કેરળ સહિત 6 રાજ્યોમાં સતત વધી રહ્યા છે કોરોના કેસ, બેદરકારી ન વર્તે લોકોઃ આરોગ્ય મંત્રી

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને લોકોને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવા અને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસના કેસોમાં દેશના 6 રાજ્યોમાં વધારાને જોતા શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને લોકોને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવા અને માસ્ક પહેરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે, 'ભારતમાં મૃત્યુ દર સૌથી ઓછો છે અને હવે અહીં વેક્સીન પણ છે પરંતુ આ સમય કોરોના માટે કોઈ પ્રકારની બેદરકારી રાખવાનો નથી. લોકોની બેદરકારીના કારણે 6 રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. હું બધાને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવા અને માસ્ક પહેરવાની અપીલ કરુ છુ.'

harsh vardhan

તમને જણાવી દઈએ કે દેશના 6 રાજ્યોમાં કોરોના વાયરસના કેસોમાં થઈ રહેલ સતત વધારાને જોતા તેમણે આ અપીલ કરી છે. આ 6 રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ શામેલ છે. આ 6 રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારા સાથે દેશમાં શનિવારે કોરોનાના કેસ 2 લાખના આંકડાને પાર કરી ગયા. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર 19 જાન્યુઆરી બાદ આવુ પહેલી વાર થયુ છે.

મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં શુક્રવારે કોરોનાના 15,817 નવા કેસ સામે આવ્યા. આ પહેલા ત્યાં લગભગ 15 હજાર કેસ રોજ આવી રહ્યા હતા. કેરળમાં શુક્રવારે 1780 નવા કેસ સામે આવ્યા જે સાથે ત્યાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 1 લાખ 87 હજાર 443 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસોનુ આંકલન કરવા માટે મોકલવામાં આવેલ વિશેષજ્ઞોની એક ટીમે જણાવ્યુ કે ત્યાં કોરોનાના વધતા કેસોની પાછળ ગ્રામ પંચાયત ચૂંટણી, લગ્ન સમારંભ, સ્કૂલો ખુલવી, ભીડ ભરેલા સાર્વજનિક વાહન કારણ હોઈ શકે છે.

જો કે સ્થાનિક પ્રશાસન કોરોના માટે પૂરી સાવચેતી રાખી રહ્યુ છે પરંતુ લોકોની બેદરકારીથી કોરોનાના કેસોમાં ઘટાડો નથી આવી રહ્યો. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે જો લોકોએ કોરોનાના દિશા-નિર્દેશોનુ પાલન ન કર્યુ તો રાજ્યમાં પૂર્ણ લૉકડાઉન લગાવી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હાલમાં અમુક જગ્યાઓએ લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ આ રાજ્યોના સતત સંપર્કમાં છે.

ઈસરોનુ સાઉંડિંગ રૉકેટ RH-560 લૉન્ચ, આ અભ્યાસમાં કરશે મદદઈસરોનુ સાઉંડિંગ રૉકેટ RH-560 લૉન્ચ, આ અભ્યાસમાં કરશે મદદ

English summary
Health Minister Dr. Harsh Vardhan urged people to wear masks and follow social distancing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X