For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: સ્વાસ્થ્ય મંત્રાલયે શહેરી વિસ્તારો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી

Coronavirus: સ્વાસ્થ્ય મંત્રાલયે શહેરી વિસ્તારો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારત સહિત આખું વિશ્વ હાલ કોરોના વાયરસના પ્રકોપથી નિપટવા માટે લડાઈ લડી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ કોવિડ 19 વિરુદ્ધની લડાઈ લડી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સનો ઉત્સાહ અને મનોબળ વધારવા માટે હંમેશા દેશવાસીઓને અપીલ કરી છે. લૉકડાઉન 3 આજે ખતમ થઈ રહ્યું છે, એામાં નવા લૉકડાઉનને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરતા પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે શહેરી વિસ્તારો માટે એક નવી સૂચી જાહેર કરી છે. હેલ્થ મિનિસ્ટરી મુજબ જો શહેરી સિસ્ટમ કેટલીક વસ્તુઓનો ખ્યાલ રાખશે તો કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાશે.

coronavirus
  • ગાઈડલાઈન મુજબ દેખરેખ રાખતા તંત્રને કોવિડ 19 દર્દીના સપર્કમાં આવેલા લોકોનો પતો લગાવવો પડશે, જેમાં ઢિલાઈ બરદાસ્ત નહિ થાય.
  • આમા સ્વાસ્થ્ય કેન્દ્રો, દવાખાનામાં સ્વાસ્થ્યીકર્મીઓ, એએનએમ, આશા કાર્યકર્તાઓ, નિગમોના સ્વાસ્થ્યકર્મી, સફાઈ કર્મચારી, સામુદાયિક સ્વાસ્થ્ય સ્વયંસેવક અને અન્ય સ્વયંસેવકો વગેરેની ઓળખ કરવી સામેલ છે.
  • શહેરી ક્ષેત્રોમાં મહામારીના પ્રસારને રોકવા માટે ઈંસિડેન્ટ કમાંડરની ઓળખ કરવામાં આવશે.
  • પ્લાનિંગ, ઓપરેશન, લૉજિસ્ટિક અને ફાઈનાન્સ ટીમને સંભાળવાનું કામ જેનું હશે તેમણએ કોરોના સંક્રમણને ફેલાતો રોકવા પર કામ કરવું પડશે.
  • ઈંસિડેન્ટ કમાંડર નગર કમિશ્નરને રિપોર્ટ કરશે.
  • શહેરી વિસ્તારોમાં એમ્બ્યુલેન્સની વ્યવસ્થા સુનિશ્ચિત રહેશે અને એક ટોલ ફ્રી નબર પણ જાહેર કરવામાં આવશે.
  • ક્લિનિકલ આસિસમેન્ટ અને પ્રભાવી હોમ ક્વારંટાઈનના માધ્યમથી હાઈ રિસ્ક પોપ્યુલેશનને બચાવ કરી શકાય છે.

ભારતમાં દર્દી વધી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના મામલામાં વધારો થઈ રહ્યો છે. લૉકડાઉન છતાં કહેર થમતો જોા મળી રહ્યો નથી. શનિવારે કોરોના વાયરસના કુલ દર્દીની સંખ્યા 85 હજારને પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ ભારતમાં દર્દીની સંખ્યા વધીને 85940 થઈ ગઈ છે. દેશમાં આ વાયરસથી અત્યાર સુધીમાં કુલ 2752 લોકોના મોત થઈ ચૂક્યા છે જો કે રાહતની વાત એ છે કે અત્યાર સુધી 30153 દર્દી ઠીક પણ થઈ ચૂક્યા છે.

કોરોના: છેલ્લા 24 કલાકમાં 16 કોરોના જવાન સંક્રમિત, ત્રિપુરામાં જ 11કોરોના: છેલ્લા 24 કલાકમાં 16 કોરોના જવાન સંક્રમિત, ત્રિપુરામાં જ 11

English summary
Health ministry issues guidelines for preparedness and response to COVID-19 in urban settlements, here is details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X