For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 કલાકની અંદર દેશમાં સામે આવ્યા સર્વાધિક 20,903 નવા કેસ, 379 દર્દીઓના મોત

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ સતત વધી રહ્યા છે. વાંચો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ સતત વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડાઓ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકની અંદર સર્વાધિક 20,903 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 379 લોકોના મોત થયા છે. હવે પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 625,544 છે જેમાં 227,439 સક્રિય કેસ, 379,892 રીકવર/રજા/માઈગ્રન્ટ અને 18213 મોત શામેલ છે. વળી, ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(ICMR)નુ કહેવુ છે કે દેશમાં 2 જુલાઈ સુધી કુલ 92,97,749 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 241,576 સેમ્પલોનો ટેસ્ટ ગુરુવારે કરવામાં આવ્યો છે.

ક્યાં કેટલા કેસ?

ક્યાં કેટલા કેસ?

મધ્ય પ્રદેશમાં 245 નવા કેસ સામે આવ્યા છે. 160 ડિસ્ચાર્જ અને 8 મોત નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા હવે 14106 છે જેમાં 10815 ડિસ્ચાર્જ, 2702 સક્રિય કેસ અને 589 મોત શામેલ છે. ગોવામાં 95 નવા કોવિડ-19 પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કેસોની કુલ સંખ્યા 1482 થી ગઈ છે જેમાં 744 સક્રિય કેસ, 734 રિકવર અને 4 મોત શામેલ છે. બિહારમાં 290 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ કેસોની સંખ્યા 10683 થઈ ગઈ છે.

દિલ્લીમાં 2373 નવા કેસ

દિલ્લીમાં 2373 નવા કેસ

વળી, રાજધાની દિલ્લીમાં 2373 નવા કેસ સામે આવ્યા છે. 3015 દર્દી રિકવર થયા છે અને 61 દર્દીઓના મોત થઈ ગયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં હવે કુલ કેસોની સંખ્યા 92175 છે જેમાં 63007 રિકવર, 26304 સક્રિય કેસ અને 2864 મોત શામેલ છે. મુંબઈમાં કોરોના વાયરસથી 57 મોત અને 1554 નવા પૉઝિટીવ કેસ નોંધવામાં આવ્યા છે. હવે અહીં કુલ કેસોની સંખ્યા 80,262 થઈ ગઈ છે. જ્યારે 5903 દર્દી રિકવર થયા બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

મુંબઈના ધારાવીમાં 19 નવા કેસ અને 2 મોત

મુંબઈના ધારાવીમાં 19 નવા કેસ અને 2 મોત

મુંબઈના ધારાવી વિસ્તારની વાત કરીએ તો અહી 19 નવા કેસ અને 2 મોત થયા છે. આ વિસ્તારમાં કુલ કેસોની સંક્યા હવે 2301 છે જેમાં 551 સક્રિય કેસ અને 84 મોત શામેલ છે. મણિપરુમાં છેલ્લા 24 કલાકમાં 19 નવા કેસ અને 37 રિકવર કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા હવે 1279 થઈ ગઈ છે જેમાં 663 સક્રિય કેસ અને 616 રિકવર કેસ શામેલ છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં 37 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2984 થઈ ગઈ છે જેમાં 510 સક્રિય કેસ, 2405 રિકવર કેસ અને 42 મોત શામેલ છે. હિમાચલ પ્રદેશમાં કેસોની સંખ્યા 1011 થઈ ગઈ છે. જેમાંથી સક્રિય કેસોની સંખ્યા 359 છે.

ચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા પીએમ મોદીચીન સાથે ચાલી રહેલ ટકરાવ વચ્ચે અચાનક લેહ પહોંચ્યા પીએમ મોદી

English summary
health ministry says coronavirus total cases in india is 625544 including 20903 new cases.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X