વેક્સીન લગાવ્યા બાદ થયેલ 4 મોત પર આરોગ્ય મંત્રાલયે આપી સફાઈ
Coronavirus Vaccine Death Report: કોરોના વેક્સીનેશન વિશે આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે કે કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી બચાવ માટે 20 જાન્યુઆરીએ સાંજે 6.00 વાગ્યા સુધી 7,86,842 લોકોને વેક્સીન(Vaccine) લગાવવામાં આવી છે. આ અપડેટ સાથે આરોગ્ય મંત્રાલયે કોરોના વેક્સીન લીધા બાદ દેશના અલગ અલગ રાજ્યોમાંથી ચાર મોતના રિપોર્ટ પર પણ સફાઈ આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પ્રેસને માહિતી આપીને જણાવ્યુ કે અત્યાર સુધી કોરોના વેક્સીન લાગ્યા બાદ ચાર મોત થયા છે. એક મોત ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં, બીજુ કર્ણાટકના બેલ્લારીમાં, ત્રીજુ કર્ણાટકના શિવમોગા અને ચોથુ તેલંગાનાના નિર્મલમાં થયુ છે. આ ચારમાંથી ત્રણ મોતને વેક્સીનેશન સાથે કોઈ સંબંધ નથી. તેલંગાનામાં થયેલ મોતનુ હજુ પોસ્ટમૉર્ટમ ચાલુ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયેલ મોત કાર્ડિયોપલ્મોનરીથી થઈ છે, જેની પુષ્ટિ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં થઈ છે. વળી, કર્ણાટકના બેલ્લારીમાં myocardial infarctionના કારણે મોત થયુ છે. આ ઉપરાંત રસીકરણ અભિયાન વિશે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે દેશભરમાં બુધવારે(20 જાન્યુઆરી)એ 1,12,007 લોકોને વેક્સીન લગાવવામાં આવી. વેક્સીનની સાઈડ ઈફેક્ટ વિશે આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે હજુ સુધી 6 રાજ્યોમાંથી કુલ 10 લોકોને વેક્સીન લાગ્યા બાદ હોસ્પિટલમાં એડમિટ કરાવવા પડ્યા છે. જો કે આમાંથી 7 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે. વળી, વેક્સીનની પ્રતિકૂળ અસરથી પ્રભાવિત ત્રણ લોકોને હાલમાં અંડર ઑબઝર્વેશન રાખવામાં આવ્યા છે.
કોવિડ-19 વેક્સીન લીધા બાદ દેશમાં ચાર મોતના કરવામાં આવ્યા દાવા
ઉત્તર પ્રદેશના મુરાદાબાદના 46 વર્ષીય આરોગ્યકર્મીનુ મોત કોરોના વેક્સીન લીધાના 8 કલાક બાદ થયુ. અધિકારીઓએ જણાવ્યુ કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મોતનુ કારણ હ્રદય અને ફેફસા સંબંધી બિમારી ગણવામાં આવ્યુ છે.
વળી, કર્ણાટકમાં કોરોના વેક્સીન લેવાથી બે લોકોના મોત થયા છે. જેમાંથી એક આરોગ્ય વિભાગમાં કામ કરનાર 43 વર્ષીય કર્મચારી હતો. જે બેલ્લારીમાં રહેતો હતો, તેના મોતનુ કારણ હાર્ટ એટેક બતાવવામાં આવ્યુ છે.
તેલંગાનામાં કોરોના વેક્સીન લીધા બાદ 42 વર્ષીય આરોગ્યકર્મીનુ બુધવારે (20 જાન્યુઆરી) મોત થઈ ગયુ છે. 19 જાન્યુઆરીએ જ તેને એંટી-કોરોના વાયરસ વેક્સીન(anti-coronavirus vaccine) લગાવવામાં આવી હતી. મૃતકનો રિપોર્ટ હજુ આવ્યો નથી.
બાઈડને બદલ્યો ટ્રમ્પનો નિર્ણય, પેરિસ સમજૂતી માટે ભરી હામી