India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસથી નહિ પરંતુ વર્ષ 2020માં આ બિમારીથી થયા સૌથી વધુ મોત

|
Google Oneindia Gujarati News

Heart disease top killer even in 2020: નવી દિલ્લીઃ લેટેસ્ટ આંકડા મુજબ કોરોના વાયરસ(Coronavirus)ના કારણે અત્યાર સુધી 10 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ચોક્કસ ડેટાની કમીના કારણે હજુ પણ એ સ્પષ્ટ નથી કે કોરોના વાયરસ કેટલો ઘાતક છે પરંતુ 2020માં કોરોનાથી દુનિયામાં સૌથી વધુ મોત નથી થયા. આખા વર્ષમાં હ્રદય સંબંધી બિમારીઓ(cardiovascular issues) અને શ્વસન સંબંધી(respiratory issues) સમસ્યાઓના કારણે કોરોનાથી વધુ મોત થાય છે.

છેલ્લા 20 વર્ષોથી હ્રદય રોગ મૃત્યુદરનુ સૌથી મોટુ કારણ બનેલુ છે

છેલ્લા 20 વર્ષોથી હ્રદય રોગ મૃત્યુદરનુ સૌથી મોટુ કારણ બનેલુ છે

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ 2020 હાર્ટ સ્ટ્રોક, ઈસ્કેમિક હ્રદય રોગ અને દિલ સાથે સંબંધિત ઘણી બિમારીઓના કારણે કોરોનાથી વધુ મોત નોંધવામાં આવ્યા છે. એશિયન હાર્ટ ઈન્સ્ટીટ્યુટ, મુંબઈના પ્રમુખ હ્રદય રોગ વિશેષજ્ઞ ડૉ. રમાકાંત પાંડાએ જણાવ્યુ કે વૈશ્વિક સ્તરે છેલ્લા 20 વર્ષોમાં હ્રદય રોગ મૃત્યુનુ સૌથી મોટુ કારણ બનેલુ છે. જો કે આ હવે પહેલાથી ઘણા વધુ લોકોને મારી રહ્યુ છે. દિલની બિમારીથી મરનારની સંખ્યા 2000 બાદથી 2 મિલિયનથી વધુ થઈ ગઈ છે.

2019માં હાર્ટ સંબંધિત બિમારીઓથી 90 લાખ લોકોના મોત થયા

2019માં હાર્ટ સંબંધિત બિમારીઓથી 90 લાખ લોકોના મોત થયા

ડૉક્ટરે જણાવ્યુ કે 2019માં હાર્ટ સંબંધિત બિમારીઓથી 90 લાખ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં કુલ થતા મોતમાં 19 ટકા મોત માત્ર હ્રદય સાથે સંબંધિત બિમારીઓના કારણે થાય છે. આ મોતનુ મુખ્ય કારણ પ્રાથમિક આરોગ્ય સેવાઓની કમી, ખરાબ પોષણ, ખરાબ જીવનશૈલી અને વધતો તણાવ છે. 2020ના કોરોના કાળમાં પણ હાર્ટ ડિસીઝ સૌથી મોટુ કિલ બન્યુ છે. કસરતની કમી, ખરાબ ફાઈબરની કમી, ઉચ્ચ કાર્બોહાઈડ્રેટ આહાર, નિયમિત રીતે પોતાના સ્વાસ્થ્ય માપદંડોને નજરઅંદાજ કરવા, મિઠાઈ અને દારૂનુ સેવન જેવા કારણેના કારણે ભારતીયોને હ્રદયની બિમારી થવાનુ સૌથી વધુ જોખમ છે. કોરોના કાળમાં આ જોખમ વધી જાય છે.

કોરોના આટલા માટે હ્રદય માટે ઘાતક

કોરોના આટલા માટે હ્રદય માટે ઘાતક

હ્રદયની સમસ્યાઓવાળા લોકોને મેડિકલ સહાયતાની જરૂર હોય છે પરંતુ કોરોના કાળમાં લોકો ટેસ્ટના ડરથી ડૉક્ટરો પાસે જવાથી ડરી રહ્યા છે. જેના કાણે તેમની સમયે દેખરેખ નથી થઈ રહી. હાર્ટ સંબંધી બિમારી કોરોના વાયરસ સહિત ઘણા રોગો સાથે જોડાયેલી છે. ફેફસા અને હ્રદયની કોશિકાઓ બંને પ્રોટીન અણુઓથી ઢંકાયેલી હોય છે જેને ACE-2 પ્રોટીન કહેવામાં આવે છે. કોરોના વાયરસ આ પ્રોટીન દ્વારા કોશિકાઓમાં પ્રવેશ કરે છે અને ખુદનો વિસ્તાર કરવામાં ઉપયોગ કરે છે.

હ્રદય ઓવરવર્કથી નિષ્ફળ થઈ શકે છે

હ્રદય ઓવરવર્કથી નિષ્ફળ થઈ શકે છે

ડૉક્ટરે જણાવ્યુ કે જો કોરોના વાયરસ કોઈ રીતે આ અણુઓને નિષ્ક્રિય કરી દે તો આ કોશિકાઓ અસુરક્ષિત રહી શકે છે જ્યારે બ્લડપ્રેશર સિસ્ટમ એક્શનમાં આવી જાય છે. કોરોના વાયરસ ફેફસામાં હવાની થેલીઓને નુકશાન પહોંચાડે છે. માટે ઓછો ઑક્સિજન રક્તપ્રવાહ સુધી પહોંચે છે. હ્રદયને શરીરના માધ્યમથી રક્ત પંપ કરવા માટે વધુ પરિશ્રમ કરવો પડે છે. જે પહેલાથી હાજર હ્રદયરોગવાળા લોકોમાં ખતરનાક થઈ શકે છે. હ્રદય ઓવરવર્કથી નિષ્ફળ થઈ શકે છે.

બદલવી પડશે દિનચર્યા

બદલવી પડશે દિનચર્યા

કોરોના વાયરસ હ્રદયની માંસપેશીઓના ટીશ્યુને સીધા સંક્રમિત અને નુકશાન પહોંચાડી શકે છે. જેમ કે ફ્લુ સહિત અન્ય વાયરલ સંક્રમણોથી સંભવ છે. આનાથી હ્રદય પણ ક્ષતિગ્રસ્ત થઈ શકે છે. શરીરની પોતાની બ્લડપ્રેશર સિસ્ટની પ્રતિક્રિયાથી અપ્રત્યક્ષ રૂપે સોજો આવી શકે છે. કોરોના કાળમાં ડૉક્ટર હાર્ટ પેશન્ટને પોતાની દિનચર્યા બદલવા, વ્યાયામ અને આહાર સંબંધી ગતિવિધિઓમાં ફેરફારની સલાહ આપે છે.

દિલ્લીમાં ફરીથી ભૂકંપ, સવારે 5 વાગે 2.3ની તીવ્રતાના ઝટકાદિલ્લીમાં ફરીથી ભૂકંપ, સવારે 5 વાગે 2.3ની તીવ્રતાના ઝટકા

English summary
Heart disease is top killer even in 2020 coronavirus pandemic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X