• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યૂપીના 27 જિલ્લામાં અલર્ટ, દિલ્હી-NCRમાં આંધા-તોફાનની આશંકા

|

નવી દિલ્હીઃ ગરમીનો મારો સહન કરી રહેલ ઉત્તર ભારત માટે ખરાબ સમાચાર છે, હવામાન ખાતાએ વારાણસી સહિત ઉત્તર પ્રદેશના 27 જિલ્લાના જિલ્લાધિકારીઓને સૂચિત કરતા અલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન ખાતા તરફથી જાહેર અલર્ટમાં કેવામાં આવ્યું છે કે વારણસી, બાંદા, ચિત્રકૂટ, કૌશામ્બી, પ્રયાગરાજ, સન્ત રવિદાસ નગર ભદોહી, સોનભદ્ર, મિર્જાપુર, ચંદૌલી, લખીમપુરખીરી, પીલીભીત, બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર, લખનઉ, ઉન્નાવ, કાનપુર નગર, ફૈઝાબાદ, રાયબરેલી, ફતેહપુર, પ્રતાપગઢ, સુલ્તાનપુર, આંબેડકરનગર, આઝમગઢ, મઉ, બલિયા, દેવરિયા સહિતના આજુબાજુના વિસ્તારોમાં આવતા 48 કલાકમાં લૂનો પ્રકોપ વધી શકે છે.

યૂપીના 27 જિલ્લામાં અલર્ટ

યૂપીના 27 જિલ્લામાં અલર્ટ

જ્યારે સ્કાઈમેટ એજન્સીએ આગલા બે દિવસોમાં દિલ્હી-એનસીઆર સહિત કેટલાય રાજ્યોમાં આંધી અને ભારે વરસાદની આશંકા જતાવી છે, એજન્સી મુજબ 10મી મેથી દિલ્હી-એનસીઆર સહિત મહારાષ્ટ્ર, આસામ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તેજ વરસાદ થવાનું અનુમાન છે, આ સંબંધિત વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો આવશે અને લોકોને ગરમીમાંથી રાહત મળશે.

દિલ્હી-NCRમાં આંધીની આશંકા

દિલ્હી-NCRમાં આંધીની આશંકા

વિભાગનું કહેવું છે કે દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં આજે સાંજે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે હવા ચાલશે. જો કે દિવસના સમયે તેજ ધૂપ રહેશે, ગુરુવારે મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી રહ્યું, જે સામાન્યથી 3 ડિગ્રી વધારે હતું.

હિમાચલ પ્રદેશ માટે યેલો વોર્નિંગ

હિમાચલ પ્રદેશ માટે યેલો વોર્નિંગ

અગાઉ ભારતીય હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ માટે યેલો વોર્નિંગ જાહેર કરતા હિમાચલ પ્રદેશણાં આઝે અને 11મી મેના રોજ તેજ વરસાદ અને આંધીની આશંકા જતાવી હતી, વિભાગ મુજબ શુક્રવાર અને શનિવારે હિમાચલ પ્રદેશની સમતલ અને ઓછી પહાડી વાળા વિસ્તારોમાં કરા પડવાની સાથે તેજ વરસાદ અને આંધી ચલવાનું અનુમાન છે. હિમાચલમાં સતત ત્રીજા દિવસ સુધી વરસાદ થવાનું અનુમાન છે, હિમાચલના બગડતા હવામાનની અસર આજુબાજુના રાજ્યોમાં પણ પડશે, જે બાદ દિલ્હી અને એનસીઆરમાં તેજ હવા ચાલશે અને વરસાદ થવાની આશંકા છે.

કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વરસાદ

કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વરસાદ

જ્યારે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને વિદર્ભમાં પણ હવામાન બદલવાથી લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની ઉમ્મીદ છે. હવામાન વિભાગે પોતાના પૂર્વાનુમાનોમાં જણાવ્યું કે તટીય આંધ્ર પ્રદેશમાં લૂ ચાલશે. આ ઉપરાંત પશ્ચિમી રાજસ્થાન, વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા, તમિલનાડુ અને પોંડિચેરીના કેટલાક વિસ્તારોમાં ભીષણ લૂ ચાલવાના અણસાર છે તો સાંજ સુધી કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે.

દિલ્હી-NCR સહિત કેટલાય રાજ્યોમાં આધી અને ભારે વરસાદની આશંકા, સાવધાન રહો

English summary
citizens will suffer more, Heat Wave Alert in Uttar Pradesh and delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more