For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Heatwave: લૂના કારણે ભારતનો 90% ભાગ જોખમમાં, નવા રિસર્ચે વધારી ચિંતા!

|
Google Oneindia Gujarati News

Heatwave in India: દેશમાં કાળઝાળ ગરમી અને હીટવેવનો કહેર યથાવત છે. લોકો માટે ઘરની બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. ગરમીના કારણે શહેરોનુ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે. આ દરમિયાન, કેમ્બ્રીજ યુનિવર્સિટીના સંશોધનમાં હીટવેવ અંગે ચિાંતા વધારનારા દાવા કરવામાં આવ્યા છે.

હીટવેવ પરના નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે હવામાન પરિવર્તનને કારણે ભારતમાં હીટવેવ વધુને વધુ ખતરનાક બની રહી છે. ભારતનો 90 ટકાથી વધુ ભાગ અને સમગ્ર દિલ્લી હીટવેવની અસરના 'થ્રેટ ઝોન'માં છે.

ehatwave

વર્તમાન પરિસ્થિતિ એપ્રિલમાં યથાવત રહેતા સ્પષ્ટ છે કે ગરમી પોતાનુ આકરુ વલણ બતાવશે. દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમી તેની ચરમ સીમાએ છે. આવી સ્થિતિમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધન અભ્યાસમાં સામે આવ્યુ છે કે ભારત ઉનાળાના નવા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યુ છે. ઘણા રાજ્યો એટલી આકરી ગરમીનો ભોગ બની શકે છે જેની સરકારને કલ્પના પણ નહીં હોય.

Weather Update: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં થયો વરસાદ, આ જગ્યાએ હીટવેવનુ એલર્ટ યથાવતWeather Update: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં થયો વરસાદ, આ જગ્યાએ હીટવેવનુ એલર્ટ યથાવત

રમિત દેબનાથ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમના સાથીદારો દ્વારા લૂ પર તાજેતરનુ સંશોધન પૂર્ણ કરવામાં આવ્યુ છે. સંશોધન દાવો કરે છે કે 'લૂ' એ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને હાંસલ કરવાની દિશામાં ભારતની પ્રગતિને અગાઉના વિચાર કરતાં વધુ અસર કરી છે.

અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ગરમી સતત વધી રહી છે. જેના જોખમમાં દેશની 80 ટકા વસ્તી છે. આવી સ્થિતિમાં જો આ સમસ્યાનો ઉકેલ સમયસર નહીં મળે તો ભારતને ટકાઉ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. દેબનાથે જણાવ્યુ કે ભારતના કુલ વિસ્તારનો લગભગ 90 ટકા ભાગ હિટ ઝોન બની ગયો છે.

Eid-Ul-Fitr 2023: કેરળમાં કેમ એક દિવસ પહેલા મનાવવામાં આવે છે ઈદ?Eid-Ul-Fitr 2023: કેરળમાં કેમ એક દિવસ પહેલા મનાવવામાં આવે છે ઈદ?

અન્ય એક રિસર્ચ અનુસાર 50 વર્ષમાં ભારતમાં 17 હજારથી વધુ લોકોના મોત લૂના કારણે થયા હતા. વર્ષ 2021માં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં જણાવવામાં આવ્યુ હતુ કે 1971થી 2019 સુધી હીટવેવની 706 ઘટનાઓ બની હતી.

English summary
Heat wave: India's 90% area in 'danger zone' says Cambridge University's research report on heat wave.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X