Red Alert: મુંબઇમાં ભારે વરસાદ વચ્ચે હાઈટાઇડ, BMCએ ચેતવણી આપી
મુંબઇઃ મુંબઇ સહિત મહારાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમા ભારે વરસાદ થઇ રહ્યો છે, હવામાન વિભાગે પહેલા જ અહીં રેડ અલર્ટ જાહેર કરી દીધુ હતું, આર્થિક રાજધાનીમાં રવિવારે ભારે વરસાદ અને જળભરાવ વચ્ચે સમુદ્રમાં હાઈટાઇડની લહેરો ઉઠી છે, જણાવી દઇએ કે શનિવારે મુંબઇમા 82 મીમી વરસાદ નોધાયો છે જ્યારે આગલા કેટલાક કલાકોમાં મુંબઇની આજુબાજુના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે.

હાઈટાઇડ શું છે
જણાવી દઇએ કે ઉચાં મોજાં ઉઠવાં અથવા સમુદ્રનું સ્તર વધવું- ઘટવું, ચંદ્રમા અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વીના ચક્કર લગાવવાના કારણે પેદા થાય છે પરંતુ બૈરોમેટ્રિક દવાના કારણે સમુદ્રની અંદર તોફાન ઉઠે છે, જેના કારણે સમુદ્રમાં વિશાળ, તેજ અને તાકતવર મોજાં ઉઠે છે.
|
કેટલીય જગ્યાએ પાણી ભરાયું
ભારે વરસાદને ધ્યાનમા રાખી બૃહદ મુંબઇ નગરપાલિકાએ લોકોને સાવધાની વરતવા કહ્યું. ઠાણે અને પાલઘરમાં થઇ રહેલ વરસાદના કારણે કેટલીય જગ્યાએ પાણી જમા થઇ ગયું છે. ભારતીય હવામાન વિભાગે પણ ચેતવણી જાહેર કરતા કહ્યું કે આ વરસાદથી શહેરની જૂની ઈમારતોને નુકસાન પહોંચી શકે છે.

જરૂરત વિના ઘર બાર ના નીકળો
આઇએમડીએ લોકોને ઘરથી બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપતા કહ્યું કે એક બે દિવસ વરસાદના કારણે ટ્રાફિક પર પણ ભારે અસર પડી શકે છે. તેથી જરૂરત વિના લોકો ઘરની બહાર ના નીકળે તે જ સારું.

મુંબઇ પોલીસે આ અપીલ કરી
મુંબઇ પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે આજે અને કાલે ઘરેથી બહાર નીકળવામાં સતર્ક રહો. આગલા 24 કલાક દરમિયાન મુંબઇ ઉપરાત ગુજરાતના પૂર્વી ક્ષેત્રો, કોંકણ અને ગોવા, તટીય કર્ણાટક, કેરળ અને આસામના કેટલાક ભાગોમાં ચોમાસું સક્રિય રહેશે, કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થવાના અણસાર છે જ્યારે કેલાક સ્થળોએ ભારે વરસાદ થશે.

દક્ષિણ ભારતમાં વરસાદ થશે
આગલા 24 કલાક દરમિયાન તટીય આંધ્ર પ્રદેશ, દક્ષિણ તટીય ઓરિસ્સા, તેલંગાણા, કર્ણાટક, કોકણ અને ગોવા, ગુજરાતના પૂર્વી ભાગો, મણિપુર, મિજોરમ અને ત્રિપુરામાં કેટીય જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. પૂર્વોત્તર ભારત અને પૂર્વી બિહારના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે, જ્યારે વરસાદન આ સિલસિલો આગલા 2 દિવસ સુધી ચાલુ રહેશે તેવી સંભાવના છે.