આગામી 3 દિવસ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ ચોમાસું પોતાના અંતિમ પડાવ પર છે છતાં દેશના કેટલાય ભાગોમાં ભારે વરસાદની આશંકા બનેલી છે, ખાસ કરીને દક્ષિણમાં, ભારતીય હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે આગલા 72 કલાકમાં તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં હળવાથી તેજ વરસાદની સંભાવના છે. વિભાગે રાયલસીમા પર, દક્ષિણ આંતરિક કર્ણાટક, આખા તમિલનાડુ અને કેરળમાં આગલા ત્રણ દિવસ માટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદની આગાહી
જ્યારે ઉત્તર ભારતમાં કેટલીય જગ્યાએ મોસમ શુષ્ક રહેશે, હવામાન ખાતાએ કહ્યું કે કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, વિભાગ મુજબ પૂર્વોત્તર ભારત, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, કોંકણ અને ગોવા અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી લઈ મધ્યમ વરસાદના અણસાર છે, હવે મોસમમાં ઠંડ મહેસૂસ કરાશે.

અહીં પણ વરસાદ થશે
હવામાન વિભાગનું અનુમાન છે કે અલવર, કોટપુતલી, તિજારા, મહંદીપુર બાલાજી, નગર, દેગ, નદબઈ, ભરતપુર, લોહારુ, સાદુલપુર, ચુરુ, ભિવાની, તોશામમાં વરસાદના અણસાર છે. આવી જ રીતે ચરખી દાદરી, માતનહેલ, કોસલી, બાવલ, રેવાડી, બિવાડી, માનેસર, ફરુખનગર અને ઉત્તર પ્રદેશના આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ થશે.

દિલ્હીમાં ઠંડીની દસ્તક
જ્યારે હવામાન વિભાગે કહ્યું કે દિલ્હીના મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં આગલા અઠવાડિયે ગિરાવટના અણસાર છે, તેપામાનમાં ગિરાવટની સાથે જ દિલ્હીમાં ઠંડીની દસ્તક પણ થશે, ઉપરાંત હવે 29 સપ્ટેમ્બર સુધી મોસમ શુષ્ક રહેશે અને ગરમીથી લોકોને રાહત મળશે.
ભારતમાં કોવિડ-19ના દર્દીનો આંકડો 60 લાખને પાર, 24 કલાકમાં 82 હજાર નવા કેસ નોંધાયા

સ્કાઈમેટની આગાહી
જ્યારે સ્કાઈમેટે કહ્યું કે આગલા 24 કલાકમાં કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ સહિત પૂર્વોત્તર ભારતમાં આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડમાં કેટલીય જગ્યાએ મૂશળધાર વરસાદ થઈ શકે છે. જ્યારે તેલંગાણા, મહારાષ્ટ્ર, દક્ષિણ- પૂર્વી ગુજરાત, પૂર્વી અને દક્ષિણ મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, છત્તીસગઢ અને આંતરિક તમિલનાડુમાં પણ કેટલાય સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની વચ્ચે એક-બે સ્થળોએ ભારે વરસાદની આશંકા છે, જ્યારે બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં એક-બે સ્થળોએ વરસાદ થઈ શકે છે.