For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેડ અલર્ટઃ આ રાજ્યોમાં આગામી 5 દિવસમાં થશે ભારે વરસાદ

રેડ અલર્ટઃ આ રાજ્યોમાં આગામી 5 દિવસમાં થશે ભારે વરસાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઓગસ્ટ મહિનામાં કેરળમાં થયેલ ભારે વરસાદને પગલે અહીં તબાહી જોવા મળી હતી. એકવાર ફરી અહીં ભારે વરસાદ થવાની આશંકા છે. ગુરુવારે રાજ્ય સરકારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારી શરૂ કરી દીધી છે. કેરળમાં હવામાન ખાતાના ડાયરેક્ટર કે.સંતોષે જણાવ્યું કે આગલા પાંચ દિવસોમાં કેરળમાં ભારે વરસાદ થઈ શકે છે, જેને પગલે વિવિધ રાજ્યોમાં પણ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

21 સેમી સુધી વરસાદ

21 સેમી સુધી વરસાદ

કે.સંતોષે જણાવ્યું કે 9 ઓક્ટોબર સુધી કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. 21 સેમી સુધીનો વરસાદ પડી શકે છે, જેને ધ્યાનમાં રાખી વિવિધ જિલ્લાઓને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. કેરળના પાડોશી રાજ્ય તમિલનાડુએ પણ વરસાદની સંભાવનાને જોતા તૈયારીઓ શરૂ કરી દીદી છે. અધિકારીઓનું માનીએ તો અહીં પણ 7 ઓક્ટોબરે ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ કર્ણાટક સરકારે પણ વરસાદને પગલે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

12 જિલ્લામાં અલર્ટ

12 જિલ્લામાં અલર્ટ

હવામાન ખાતા તરફથી કહેવામાં આવ્યું છે કે 12 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર તૈયારીમાં લાગી ગઈ છે. હવામાન ખાતા તરફથી જાહેર કરેલ અલર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારોમાં દબાણ ઘટી રહ્યું છે ત્યાં-ત્યાં ચક્રવાત, તોફાનની સાથે ભારે વરસાદ થઈ શકે છે. રેડ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ઈડુક્કી અને મલપ્પુરમમાં રવિવારે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન ખાતાના બુલેટિન મુજબ દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં ચક્રવાતની અસર લક્ષદ્વીપ અને માલદીવ પર જોવા મળશે, જેને કારણે 6 ઓક્ટોબરે ભારે વરસાદની સંભાવના છે.

ભારે તબાહી

ભારે તબાહી

કેરળમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના તમામ અધિકારીઓને ડેમના પાણીના સ્તર પર નજર બનાવી રાખવાના આદેશ આપ્યા છે. થ્રિસૂર અને પલક્કડમાં પાણીનો ભરાવો ન થાય તે માટે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે કેરળમાં ઓગસ્ટ મહિનામાં ભીષણ તબાહી સર્જાઈ હતી, જેમાં 493 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ તબાહી પાછલા 100 વર્ષની સૌથી ભયંકર તબાહી હતી.

સતત ઝેરીલી બની રહી છે દિલ્હીની હવા, રહો સાવધાન સતત ઝેરીલી બની રહી છે દિલ્હીની હવા, રહો સાવધાન

English summary
Heavy rain alert in Kerala Tamilnadu Karnatak in next 5 days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X