For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PHOTO: આગામી 48 કલાકમાં તામિલનાડુમાં ભારે વરસાદની સ્થિતિ

|
Google Oneindia Gujarati News

બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતના કારણે તામિલનાડુમાં પાછલા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઇ રહ્યો છે. જેની અસર માત્ર તામિલનાડુ જ નહીં પરંતુ તેની આસપાસના વિસ્તારોમાં પણ વર્તાઇ રહી છે. તામિલનાડુની બાજુમાં આવેલ કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં પાછલા 8 દિવસથી સૂર્ય દેવતાએ દર્શન નથી આપ્યાં.

ચારેય તરફ પાણી જ પાણી
ચેન્નાઇ સહિત તામિલનાડુના અનેક વિસ્તારો હાલમાં જળ બંબાકાર છે. સ્કુલ અને કોલેજ બંધ છે. તેમજ દૈનિક જીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. તો આગાહી કરવામાં આવી છેકે આગામી બે દિવસ પણ લોકોને વરસાદથી રાહત નહીં મળે. ભારે વરસાદના કારણે અત્યારસુધીમાં 70થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

તો આવો તસવીરોના માધ્યમથી જોઇએ જળબંબાકારના કેટલાક દ્રશ્યો.

ભારે વરસાદ

ભારે વરસાદ

ચારેય તરફ પાણી જ પાણી.

મૃતકોની સંખ્યા

મૃતકોની સંખ્યા

ભારે વરસાદના કારણે 70થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અસર

કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં અસર

તામિલનાડુમાં ભારે વરસાદના કારણે તેની અસર કર્ણાટક અને આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં પણ વર્તાઇ રહી છે.

હવામાન વિભાગ

હવામાન વિભાગ

સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણી અંદમાન ક્ષેત્રમાં બનેલા ઓછા દબાવના કારણે તામિલનાડુમાં ભારે વરસાદ થઇ રહ્યો છે.

પાણી પાણી

પાણી પાણી

જ્યાં જુઓ ત્યાં ચારેય તરફ પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

ઘણાં વિસ્તારો જળબંબાકાર

ઘણાં વિસ્તારો જળબંબાકાર

ચેન્નાઇ સહિત તામિલનાડુના ઘણાં વિસ્તારો પાણીમાં ગરકાવ છે.

દૈનિક જીવન અસ્તવ્યસ્ત

દૈનિક જીવન અસ્તવ્યસ્ત

ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવનને માઠી અસર પહોંચી છે.

બેંગ્લોરમાં પણ અસર

બેંગ્લોરમાં પણ અસર

કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં પણ પાછલા 8 દિવસથી સૂર્ય ભગવાને દર્શન નથી દીધા.

સ્કુલ-કોલેજ બંધ

સ્કુલ-કોલેજ બંધ

તામિલનાડુના અનેક વિસ્તારોમાં સ્કુલ કોલેજ બંધ છે. જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

વરસાદથી રાહત નહીં

વરસાદથી રાહત નહીં

તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસ સુધી વરસાદથી લોકોને રાહત નહીં મળે.

English summary
Northeast Monsoon fury continues in Tamil Nadu including Chennai. Heavy rains have been pounding over various parts of the state. here is the pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X