• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના કહેર વચ્ચે મુંબઇમાં વરસાદી આફતની આગાહી, IMDએ ઓરન્જ અલર્ટ જાહેર કર્યું

|

મુંબઇઃ કોરોનાનો માર સહન કરી રહેલ મુંબઇ પર હવે વરસાદ પણ આફત બનીને ખાબકી શકે છે કેમ કે 3 અને 4 જૂલાઇએ શહેરમા ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાત અને આજુબાજુના ક્ષેત્રોમાં ચક્રવાતી પરિસંચરણ સક્રિય છે માટે મુંબઇમાં ભારે વરસાદની આશંકા છે, માટે અહીં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામા આવ્યું છે, જ્યારે સ્કાઇમેટે પણ કહ્યુ કે આગલા બેથી ત્રણ દિવસ માયાનગરીમાં વરસાદી આફત બની શકે છે. અહીં જરદાર વરસાદ થવાના અણસાર છે.

દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન

દેશના 6 રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન

જ્યારે આગલા કેટલાક કલાકોમાં દેશના 6 રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે, ભારતીય હવામાન વિભાગે કહ્યું કે આગલા 2 કલાકમાં હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને બહારના કેટલાક જિલ્લાઓમાં આંધી અને વરસાદ કહેર મચાવી શકે છે.

અહીં વાદળ વરસી શકે

અહીં વાદળ વરસી શકે

ભારતીય હવામાન ખાતા મુજબ હરિયાણાના કસલી, મહન્દ્રગઢ, નારનૌલ, રાજસ્થાનના વિરાટનગર, અલવર, ઉત્તર પ્રદેશના સહારનપુર, ઉત્તરાખંડના રૂડકી, મધ્ય પ્રદેશના રાજગઢ અને બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં આગલા કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.

કેરળમાં ચાર દિવસનું યેલો અલર્ટ

કેરળમાં ચાર દિવસનું યેલો અલર્ટ

જ્યારે દક્ષિણ ભારતના કેટલાય શહેરોમાં પણ વરસાદના અણસાર છે, હવામાન વિભાગે અગાઉ જ કેરળના 5 જિલ્લામાં ચાર દિવસ માટે યેલો અલર્ટ જાહેર કરી દીધું છે, જે જિલ્લામાં યેલો અલર્ટ જાહેર થયું છે તેના નામ નિમ્ન લિખિત છે.

કેરળમાં અહી થઇ શકે ભારે વરસાદ

કેરળમાં અહી થઇ શકે ભારે વરસાદ

  • 2 જુલાઇઃ કોઝિકોડ, કુન્નૂર, કાસરગોડ
  • 3 જુલાઇઃ મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કાસરગોડ
  • 4 જુલાઇઃ કન્નૂર, કાસરગોડ
  • 5 જુલાઇઃ કાસરગોડ

Guru Purnima 2020: જે પ્રકાશ તરફ લઇ જાય, તે ગુરુ

રોજબરોજના લેટેસ્ટ સમાચાર અને રસપ્રદ માહિતી સીધી તમારા મોબાઇલમાં મેળવવા માટે ટેલિગ્રામ પર અમારા ચેનલને સબ્સક્રાઇબ કરવા અહીં ક્લિક કરો

English summary
heavy rain forecast in Mumbai, IMD issued Orange Alert
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X