For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદનો કહેરઃ કેરળમાં 13 ના મોત, શાળા કોલેજો બંધ, 10 ટ્રેનો રદ

હાલમાં દેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વરસાદના કારણે અહીં અત્યાર સુધીમાં 13 લોકોના મોત નીપજ્યા છે અને 3500 થી વધુ લોકો બેઘર થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં દેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. વરસાદના કારણે અહીં અત્યાર સુધીમાં 13 લોકોના મોત નીપજ્યા છે અને 3500 થી વધુ લોકો બેઘર થઈ ગયા છે. અહીં આજે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતા 24 કલાક હજુ પણ રાજ્ય પર ભારે છે.

કેરળમાં ભારે વરસાદનો કહેર, 13 લોકોના મોત

કેરળમાં ભારે વરસાદનો કહેર, 13 લોકોના મોત

સૌથી વધુ વરસાદથી જે વિસ્તારો પ્રભાવિત થયા છે તેમાં એર્નાકુલમ, કોઝીકોડ, અલાપુઝા, કન્નૂર અને કોટ્ટયમ છે. અહીં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને લોકોને પોતાની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે પણ મુશ્કેલી થઈ રહી છે. વરસાદના કારણે બગડતી સ્થિતિને જોતા પ્રશાસને આજે 12 માં સુધીની બધી સરકારી શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

10 ટ્રેનો રદ કરવામાં આવી

બીજી તરફ કોટ્ટયમ-ઈટ્ટુમાનૂર સેક્શન પર ચાલતી 10 ટ્રેનોને આજે સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. વળી, એર્નાકુલમ-પૂનાલુર સેક્શન પર ચાલતી 2 ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે રેલ બ્રીજ પર પાણી વહી રહ્યુ છે.

વરસાદના કારણે સ્થિતિ ખરાબ

વરસાદના કારણે સ્થિતિ ખરાબ

વરસાદના કારણમે સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. ઠેર ઠેર પાણી ભેગુ છથઈ ગયુ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. માછીમારોને બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.

એનડીઆરએફ રાહત કાર્યો માટે

એનડીઆરએફ રાહત કાર્યો માટે

રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની 45 સભ્યોની એક ટીમ હાજર કરવામાં આવી છે. જો કે ઘણા રાહત શિબિરો પર પણ પાણી ભરાઈ ગયા છે.

English summary
Heavy rain lashed several parts of Kerala on Monday and Tuesday, killing at least 13 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X