For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગ્લોરમાં તેજ વરસાદથી લોકો પરેશાન, આજે આ રાજ્યોમાં પણ આંધી-તોફાનની આશંકા

બેંગ્લોરમાં તેજ વરસાદથી લોકો પરેશાન, આજે આ રાજ્યોમાં પણ આંધી-તોફાનની આશંકા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશ આખો કોરોના સંકટ સામે લડી રહ્યો છે, ઘાતક વાયરસના વધતા દર્દીઓએ સરકાર અને ડૉક્ટર્સની ચિંતા વધારી દીધી છે પરંતુ આ બધાની વચ્ચે માવઠાએ લોકોને પરેશાન કર્યા છે, ગત 24 કલાકમાં કેટલાય રાજ્યોમાં તેજ વરસાદ થયો, આંધી અને તોફાન આવ્યાં, કર્ણાટકના બેંગ્લોરમાં કાલે સાંજથી શરૂ થયેલ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, રાજધાનીના કેટલાય વિસ્તારોમાં તો પાણી ભરાઈ ગયાં છે, વરસાદને કારણે તાપમાનમાં જબરદસ્ત ગિરાવટ નોંધાઈ છે.

બેંગ્લોરમાં તેજ વરસાદથી લોકો પરેશાન

બેંગ્લોરમાં તેજ વરસાદથી લોકો પરેશાન

જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે પહેલા જ 9 રાજ્યો માટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું હતું, જેમાં કર્ણાટક પણ સામેલ હતું, હાલ વિભાગનું કહેવું છે કે વરસાદનો સિલસિલો આજે પણ ચાલુ રહેશે, વિભાગ મુજબ પશ્ચિમી વિક્ષોભ અને પૂર્વી હવાઓના કારણે સોમવાર સુધી અહીં વાદળો જોવા મળી શકે છે, જેના કારણે વરસાદનો સિલસિલો દેશના કેટલાય રાજ્યોમા ચાલુ રહેશે.

સાત રાજ્યોમાં વરસાદ થઈ શકે

સાત રાજ્યોમાં વરસાદ થઈ શકે

હવામાન વિભાગે કહ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન કર્ણાટક, પૂર્વી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ અને આંતરિક કર્ણાટક, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે જ્યારે મધ્ય પ્રદેશમાં ટીકમગઢ, સાગર, સતના, પન્ના, દમોહ, છતરપુર, રીવા, દતિયા, ગ્વાલિયર, વિદિશા, સિંગરૌલી, ઉમરિયા, શહડોલમાં તેજ વરસાદના અણસાર છે જ્યારે આગલા 24 કલાક દરમિયાન રાજસ્થાનના ચુરુ, અલવર, જયપુર, ભરતપુર અને આસપાસમાં આંધી સાથે હળવા વરસાદની સંભાવના છે માટે તલોકોને અલર્ટ રહેવા કહી દેવામાં આવ્યું છે.

સ્કાઈમેટ વેધરે પણ અલર્ટ જાહેર કર્યું

સ્કાઈમેટ વેધરે પણ અલર્ટ જાહેર કર્યું

જ્યારે સ્કાઈમેટ વેધર મુજબ આજે પણ દેશના કેટલાય રાજ્યોમાં તેજ આંધી સાથે વરસાદ થવાની સંભાવના છે અને વરસાદનો આ સિલસિલો આગલા બે દિવસ સુધી ચાલુ રહેશે. અનુમાન મુજબ આગલા 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, ઉત્તરી પ્રદેશ, કેરળ, આંતરિક તમિલનાડુ, દક્ષિણી કર્ણાટકમાં તેજ વરસાદ થઈ શકે છે જ્યારે રાજસ્થાનના ભાગોમાં ધૂળભરી આંધી સાથે છૂટક વરસાદ આવવાની આશંકા છે.

ધૂળની આંધી આવી શકે

ધૂળની આંધી આવી શકે

ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાય રાજ્યોમાં ધૂળની આંધી આવવાની આશંકા વ્યક્ત કરી છે, વિભાગનું કહેવું છે કે પાકિસ્તાન અને જમ્મુ કાસ્મીરના આસપાસ વિકસિત થયેલ પશ્ચિમી વિક્ષોભના કારમે દેશના મોસમમાં બદલાવ થઈ રહ્યો છે. જેના કારણે આગલા ત્રણ-ચાર દિવસમાં રાજસ્થાન, ગુજરાતમાં ધૂળ ભરેલી આંધી આવી શકે છે અને આ દરમિયાન હવાઓની રફ્તાર તેજ રહેશે માટે વિભાગે લોકોને સચેત રહેવા કહી દીધું છે.

કેટલાક જિલ્લામાં કરા પડ્યા

કેટલાક જિલ્લામાં કરા પડ્યા

જણાવી દઈએ કે તેજ વરસાદ અને કરાની સાથે ઉત્તર પ્રદેશમાં મોસમનો મિજાજ બદલાય ગયો છે. ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લામાં કાલે રાતે તેજ હવાઓ સાથે વરસાદ થય તો કેટલાય જિલ્લામાં કરા સાથે જોરદાર વરસાદ થયો, જો કે વરસાદના કારણે તાપમાનમાં ગિરાવટ નોંધાઈ છે. મોસમ વિભાગ મુજબ દેશના ઉત્તર પશ્ચિમી ભાગની ઉપર કેન્દ્રિત પશ્ચિમી વિક્ષોભને કારણે આગલા 36 કલાક દરમિયાન પ્રદેશના કેટલાય વિસ્તારોમાં તેજ આંધી સાથે વરસાદ થઈ શકે છે.

ભારત અને 13 પડોશી દેશો તરફ આગળ વધી રહ્યા છે 'અર્નબ' અને 'આગ' જેવા ચક્રવાતી તોફાનભારત અને 13 પડોશી દેશો તરફ આગળ વધી રહ્યા છે 'અર્નબ' અને 'આગ' જેવા ચક્રવાતી તોફાન

English summary
Heavy Rain lashes parts of the Banglore, and Thunderstorm warning in 7stats of India says IMD, here is ful details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X