• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારે વરસાદને કારણે મુંબઈ પર લાગ્યો બ્રેક, સ્કૂલ અને કોલેજ બંધ

By Prajapati Anuj
|

દેશના અલગ અલગ ભાગોમાં સતત થઇ રહેલા વરસાદને કારણે પૂર જેવી હાલત પેદા થયી છે. મુંબઈ, ગુજરાત અને ઉત્તરાખંડમાં થઇ રહેલા ભારે વરસાદને કારણે લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં વરસાદે સૌથી વધુ આફત મચાવી છે. વરસાદને કારણે દાદર, માટુંગા રોડ, ગોરેગાંવ રેલવે ટ્રેક સહીત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ટ્રેન વ્યવહાર પર અસર પડ્યો છે. રસ્તાઓ પર જગ્યા જગ્યા પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાથી મુંબઈની ઝડપ પર બ્રેક લાગી ગયો છે. અહીં વાંચો તમે મુંબઈની દરેક પળની લાઈવ અપડેટ...

mumbai rain

Newest First Oldest First
2:49 PM, 9 Jul
મુંબઈમાં ભારે વરસાદ, રસ્તા કિનારે આવેલી દુકાનોમાં પાણી ભરાયા. રેલવે ટ્રેક પર પાણી ભરાવવાથી ટ્રેનો મોડી ચાલી રહી છે.
2:48 PM, 9 Jul
મુંબઈમાં ખાર વિસ્તારોના રસ્તા પર પાણી ભરાયા. હજુ પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. લોકોને ઘરની બહાર નહીં નીકળવા માટે સલાહ.
12:29 PM, 9 Jul
મુંબઈમાં ભારે વરસાદને કારણે મહારાષ્ટ્ર શિક્ષામંત્રી ઘ્વારા મુંબઈની બધી જ સ્કુલ અને કોલેજો બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો.
12:28 PM, 9 Jul
મુંબઈમાં ભારે વરસાદને કારણે ફસાયેલા લોકોની મદદ માટે રસ્તા પર ઉતરી મુંબઈ પોલીસ. હિંદમાતા વિસ્તારમાં ભરાયું પાણી
12:25 PM, 9 Jul
મુંબઈમાં ભારે વરસાદને કારણે દાદર, માટુંગા રોડ, ગોરેગાંવ રેલવે ટ્રેક પર પાણી ભરાયું. ભારે પંપ ઘ્વારા રેલવે ટ્રેકથી પાણી હટાવવામાં આવી રહ્યું છે.
12:24 PM, 9 Jul
વરસાદે મચાવ્યો કોહરામ, થાણેમાં સતત થઇ રહેલા વરસાદને કારણે પૂર જેવી હાલત. રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાયા
12:22 PM, 9 Jul
મુંબઈમાં ભારે વરસાદને કારણે કુર્લા રેલવે સ્ટેશન પર ફુટ ઓવર બ્રિજ પર પાણી ભરાયું. આવતા જતા લોકોને તકલીફ થઇ રહી છે.

English summary
Heavy Rain Mumbai Gujarat Uttarakhand North India Weather Monsoon Latest Update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X