For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવતા સપ્તાહથી ઉત્તર પશ્ચિમના રાજયોમાં બારેમેઘ ખાંગા થવાની આગાહી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 જૂન : ભારતીય હવામાન વિભાગે આવનારા સપ્તાહથી ભારતમાં ખાસ કરીને ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આવતા અઠવાડિયાની હવામાન આગાહી અનુસાર 23 જૂન, 2013થી ઉત્તર પશ્ચિમ, અને પશ્ચિમી ભારતમાં વરસાદ શરૂ થશે, જે પાંચ દિવસ સુધી ઉત્તર, મધ્‍ય અને ઉત્તર પશ્ચિમના રાજયોમાં ભારે વરસાદ લાવશે.

22-6-13

આ ઉપરાંત એક ઓફસોર ટ્રફ દક્ષિણ પશ્ચિમનાં કાંઠે નબળુ પડી દક્ષિણ કોસ્‍ટલ કર્ણાટક અને ઉત્તર કેરળના કાંઠે છે. એક અપર મીડ લેવલ સરકયુલેશન ઉત્તર, ઉત્તર પશ્ચિમ, ઉત્તર પ્રદેશમાં છવાયેલું છે. આ સરક્યુલેશન શુક્રવારે ઉત્તર પશ્ચિમ બંગાળ અને મ્‍યાનમાર સાથે સંકળાયું હતું. આ સિસ્‍ટમ બે દિવસ ઉત્તર, ઉત્તર પશ્ચિમી ઓડીસ્‍સાના કાંઠે રહેશે.

આજથી ઉત્તર પશ્ચિમ આંધ્રા, ઓરીસ્‍સાના દરિયાકિનારાના વિસ્‍તારો તેમજ છત્તીસગઢમાં ભારે વરસાદ શરૂ થઈ જશે. પછીના બે દિવસ દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે, મહારાષ્ટ્રનાં કાંઠે વરસાદની શકયતા નથી, જયારે કર્ણાટકનાં દરિયાકાંઠાના વિસ્‍તારો અને ઉત્તર, મધ્‍ય કેરળમાં ભારે વરસાદ પડશે. કેરળમાં રવિવારે પણ ભારે વરસાદની આગાહી છે.

ચેન્નાઈમાં ગઈકાલે વાદળો છવાયેલા રહ્યા હતા. જયારે મુંબઈમાં બે દિવસથી વરસાદ નથી. અમૃતસર, દિલ્‍હી, જયપુરમાં અમુક સ્‍થળોએ વરસાદની સંભાવના છે.

English summary
Heavy rain prediction next week in north eastern states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X